सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દ્વારકા-જામનગર હાઇવે ચિચીયારીઓથી ગુંજી ઉઠ્યો, બસ અને બે કાર વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત

2 માસુમ બાળકો સહિત 7 ના કરૂણ મોત

Jashu Bhai Solanki
  • Sep 29 2024 9:59AM

દેવભૂમિ દ્વારકાના પાદરમાં આજરોજ ઢળતી સાંજે એક ખાનગી બસ તથા સ્વિફ્ટ અને ઈક્કો મોટરકાર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત મુસાફરોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે વાહનોના ફૂરચા બોલી ગયા હતા. આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં મૃતકોમાં બે માસૂમ બાળક પણ સામેલ છે. મળતી વિગતો મુજબ મોટાભાગના મૃતકો ગાંધીનગરના કલોલ તાલુકાના પલસાણા ગામના રહેવાસી છે. આ ઘટનાના પગલે સમગ્ર દ્વારકા જિલ્લાની રેસ્ક્યૂ ટીમ, ડોક્ટરો, સેવાભાવી કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી.

રક્તરંજિત બનેલો દ્વારકા ધોરીમાર્ગ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો
આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ, દ્વારકા-ખંભાળિયા ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર બરડીયા ગામ પાસેથી આજરોજ રાત્રે આઠેક વાગ્યાના સમયે પસાર થઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસ (નંબર એન.એલ. 01 બી. 2207) આડે કોઈ પશુ ઉતરતાં તેને બચાવવા માટે બસના ચાલકે કાવો માર્યો હતો. જેના કારણે આ બસ ડીવાઈડર ટપીને રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી. આ સમયે દ્વારકા તરફથી આવી રહેલી એક સ્વીફ્ટ મોટરકાર (નંબર જી.જે. 11 બી એચ 8988) અને તેની સાથે એક ઈક્કો મોટરકાર (નંબર જી.જે. 18 બી.એલ. 3159) વચ્ચે ત્રિપલ અકસ્માત બાદ પાછળ આવી રહેલું એક મોટર સાઇકલ પણ આ અકસ્માતગ્રસ્ત વાહન સાથે ટકરાયું હતું. આ ઘટનામાં અન્ય એક રાહદારી પણ આ અકસ્માતની અડફેટે ચડી ગયા હતા.

15 થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
આ અકસ્માતમાં જુદા-જુદા વાહનોમાં 7 મોત નિપજ્યા જ્યારે 15 થી વધુ મુસાફરોને નાની મોડી ઉજા થઇ હતી, તમામને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઘટનાસ્થળે પહોંચ્યા
આ બનાવના પગલે જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી 108 એમ્બ્યુલન્સ તેમજ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી વાહનોમાં ઘવાયેલાઓને હોસ્પિટલ તેમજ ખંભાળિયા ખસેડવાની તાકીદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલું જ નહીં, આ ગમખ્વાર અકસ્માત થતાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ વિગેરે પણ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં મદદરૂપ થયા હતા. ખંભાળિયાની સરકારી હોસ્પિટલોમાં ઘવાયેલાઓને તાકીદે તમામ સારવાર મળી રહે તે માટે જામનગરથી જી.જી. હોસ્પિટલના ડોક્ટરોની ટીમનું પણ અત્યારે આગમન થયું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ ડોક્ટરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

હાઈવે માર્ગ પર જરૂરી બંદોબસ્ત ગોઠવાયો
આ બનાવના પગલે અહીંના ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડા હાર્દિક પ્રજાપતિ તેમજ દ્વારકાના ડી.વાય.એસ.પી. સાગર રાઠોડની ટીમે હાઈવે માર્ગ પર જરૂરી બંદોબસ્ત ગોઠવી, વાહન વ્યવહાર તેમજ ઘવાયેલાઓ માટે વ્યવસ્થાઓ કરી હતી.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार