सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ : મહિલા અભયમ હેલ્પલાઇન 181ની ટીમે પરણિતાના ઘર સંસારને તૂટતા બચાવ્યો

નડિયાદમાં એક વ્હેમીલા પતિએ પોતાની પત્ની પર શંકા કરી ત્રાસ આપ્યો

યેશા શાહ
  • Aug 1 2024 11:44AM
ગુજરાતમાં 181 મહિલા અભયમ પરીણિતાઓ પર થતા અત્યાચારના કેસોમાં સમાધાનની રાહે ઘર સંસાર પુનઃ સ્થાપવાનું કાર્ય કરે છે ત્યારે નડિયાદમાં આવો એક કેસ મહિલા અભયમના નજરે પડેલ, જેમાં એક તરફી પ્રેમમાં પડેલા પાડોશી પુરૂષે મહિલાની ખોટી અફવા ફેલાવી હતી. મહિલાએ સંબધ રાખવાની ના પાડતા જેલસ પુરૂષે ખોટી વાતો ફેલાવી હતી. જેથી પતિ પણ ચારિત્ર્યને લઈ શંકા કરતો હતો અને તેથી બંને વચ્ચે અણબનાવ બનતા 181 મહિલા અભયમની ટીમે પહોંચી આ ઘર સંસારને તૂટતા બચાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાના એક અંતરિયાળ ગામમાં રહેતી મહિલાએ 181 પર કોલ કરી પોતાની આપવીતી જણાવી હતી. જેમાં તેણીએ કહ્યું કે, પોતાના પતિ તેમના પર વહેમ રાખી ઝઘડો કરીને તથા મરી જા તેમજ ઘરે પાછી ન આવવાની ધમકી આપીને હેરાન કરતા હતા. જેથી માઠું લાગેલ મહિલાએ 181ની મદદ મેળવી હતી. 181 અભયમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ મહીલાને સપોર્ટ કરી કાઉન્સિલિંગ કર્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार