सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે ત્રીજા નોરતે ભાવભક્તિપૂર્વક ગરબાની ઉજવણી

બાળકો પણ અવનવા પરંપરાગત પરિધાનમાં આવેલ, તેમાં બેસ્ટ એક્શન બેસ્ટ ડ્રેસિંગના નંબર અપાયા

યેશા શાહ
  • Oct 5 2024 3:46PM
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત  શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે માં અંબાના આરાધના ઉત્સવ એટલે નવરાત્રીની ત્રીજા નોરતે ભાવ ભક્તિ પૂર્વક ગરબાની ઉજવણી કરવામાં આવી.

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ના નર્સરી થી ધોરણ ચાર ના બાળકો માં સમજણ સાથે ઉત્સવ ની ઉજવણી ના હેતુ સહ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.  તેમાં નવરાત્રીનું મહત્વ અને જીવનોપયોગી મૂલ્યો ની સમજણ નું સિંચન કરવામાં આવ્યું. બાળકો પણ અવનવા પરંપરાગત પરિધાનમાં આવ્યા હતા. તેમાં બેસ્ટ એક્શન બેસ્ટ ડ્રેસિંગના નંબર પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે  શાળા વ્યવસ્થાપક કમિટીના સભ્યો, શિક્ષકો અને તેમજ બાળકોએ ઉત્સાહભેર ઉજવણી માં ભાગ લીધો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार