सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધોળામાં સંત ધનાબાપાની ૧૭૯મી પુણ્યતિથી પ્રસંગે ૧૭૯ કરતાં વધુ વૃક્ષોનું થયું વાવેતર

સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરતી, પૂજા, કથા સત્સંગ અને પ્રસાદ સાથે સાથે પ્રકૃતિ વંદના

મૂકેશ પંડિત
  • Jul 11 2024 6:11PM
ઐતિહાસિક સ્થાન ધોળામાં સંત ધનાબાપાની ૧૭૯મી પુણ્યતિથી પ્રસંગે ૧૭૯ કરતાં વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરતી, પૂજા, કથા સત્સંગ અને પ્રસાદ સાથે સાથે પ્રકૃતિ વંદનાનું પ્રેરક કાર્ય થયું છે.

ગોહિલવાડની ઐતિહાસિક જગ્યા ધનાભગત જગ્યા ધોળામાં મહંત બાબુરામ ભગતનાં નેતૃત્વમાં સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરતી, પૂજા, કથા સત્સંગ અને પ્રસાદ સાથે સાથે પ્રકૃતિ વંદનાનું પ્રેરક કાર્ય થયું છે.

આ પ્રસંગે કથાકાર ભાર્ગવદાદા દ્વારા ધનાબાપા જીવન ચરિત્ર ગાન કરવામાં આવેલ. અહીંયા  રામબાપુ સાથે સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી. વિશ્વાનંદ માતાજી અને ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.

ધોળામાં આ ધર્મસ્થાનમાં ધનાબાપા સેવા સંસ્થાન અને અગ્રણીઓનાં સંકલન સાથે આ પ્રસંગે આરતી, પૂજા, કથા સત્સંગ , ગાયોને નીરણ, કૂતરાને લાડવા, પક્ષીઓને ચણ, કીડિયારું અને ભાવિકોને પ્રસાદ સાથે વૃક્ષારોપણનાં આયોજનમાં સૌ ભાવ આસ્થા સાથે જોડાયાં. સંસ્થાનાં પ્રમુખ ગણેશભાઈ ખુંટ અને સભ્યો તથા સેવકો દ્વારા જહેમત રહી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार