सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મુંબઈ એલર્ટ: મુંબઈમાં આતંકવાદી હુમલાનો ખતરો, પોલીસે એલર્ટ જાહેર કર્યું

ગુપ્તચર એજન્સીઓએ તહેવારની સિઝન પહેલા આપી ચેતવણી

Jashu Bhai Solanki
  • Sep 28 2024 12:07PM

મુંબઇમાં સુરક્ષા વધારવામાં આવી, ગુપ્તચર એજન્સી દ્વારા મળી ચેતવણી, પોલીસે એલર્ટ પણ જાહેર કર્યું 
મુંબઇમાં આતંકવદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે, મુંબઇ પોલીસ દ્વારા રાજ્યમા આતંકવાદી ખતરાની આશંકા પણ વ્યક્ત કરવામાં આંવી છે, પોલીસે આતંકવાદી હુમલાને લઇ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે કમિશનર કચેરીએ તમામ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ, એસીપી, ડીસીપી, મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ ઓફિસ અને તહેસીલ ઓફિસને એલર્ટ કરી દીધા છે અને તકેદારી રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. મુંબઇ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમને ભીડભાડ વાળા સ્થળોએ મોક ડ્રિલ કરવા સૂચના આપવામાં આવી હતી,તમામ ડીસીપીને તેમના સંબંધિત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે."

તે જ સમયે ક્રાઈમ બ્રાન્ચ, એટીસી (એન્ટી ટેરરિસ્ટ સેલ) અને સ્થાનિક પોલીસ મળીને આ પડકારનો સામનો કરી રહી છે. તેઓએ સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષાના પગલાં લીધા છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે શહેરની સુરક્ષામાં વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય ભૂમિકા ભજવી રહી છે.


ગુપ્તચર એજન્સીઓના કવાર્ટર પર, શહેરના ભીડભાળ વાળા રસ્તા પર તેમજ ધાર્મિક સ્થળો પર મોક ડ્રિલ હાથ ધરવામાં આવી હતી. અને તમામ પ્રાદેશિક અધિકારીઓ અને તેમના વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવા માટે કહ્યું હતું. એરપોર્ટ, રેલવે સ્ટેશન, મોલ અને અન્ય જાહેર જગ્યાઓ પર તકેદારી રાખવાનું કેહવામાં આવ્યું. તેમજ સુરક્ષા સિસ્ટમને પણ એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. 

આગામી  સમયમાં નવરાત્રી દેશભરમાં ઉજવાશે, જેના કારણે વિવિધ સ્થળોએ પંડાલ લગાવવામાં આવ્યા છે જેમા લાખો ખેલૈયા રમવા માટે આવવાના છે. દરમિયાન મુંબઈ પર આતંકવાદનો ખતરો તોળાઈ રહ્યો છે. કેટલાક અસામાજિક તત્વો કે આતંકવાદીઓ લોકોમાં છુપાયા હોવાની આશંકા છે અને તેનાથી જાન-માલને ખતરો ઉભો થઈ શકે છે. મુંબઈ પોલીસે પણ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.

પોલીસે સૂચના આપી હતી. 
તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસે આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આતંકવાદીઓ સામાન્ય લોકોના ઘરોમાં ભાડૂઆત તરીકે રહેતા હોઈ શકે છે અને તેમના ઘણા નાપાક ઈરાદા હોઈ શકે છે. આતંકના આ પડછાયાને કારણે મુંબઈ પોલીસે લોકોને સતર્ક રહેવા સૂચના આપી છે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार