ખેડા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ
જેમાં પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનના વેચાણ અંગેની માહિતી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
ખેડા જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ. બેઠક અંતર્ગત જિલ્લામાં પ્રાકૃતિક ખેડૂતોની ક્લસ્ટર બેઝ્ડ તાલીમ, આઇ ખેડુત પોર્ટલની કામગીરી, વેચાણ કેન્દ્રો પર પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનના વેચાણ અંગેની માહિતી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક અંતર્ગત જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.એચ. રબારી, ઇન્ચાર્જ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.પી.પટેલ તથા આત્મા, બાગાયત, વિસ્તરણ સહિત ખેતી સંબંધીત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प