सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કઠલાલ આઈ.સી.ડી.એસ. દ્વારા પૂર્ણા સખી - સહસખી તાલીમ અને આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

જેમાં ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને શાળાએ ન જતી કિશોરીઓને સ્વબચાવ અંગે સમજ અપાઇ

યેશા શાહ
  • Dec 26 2024 5:51PM
આઈ.સી.ડી.એસ. શાખા, કઠલાલ દ્વારા ૧૫ થી ૧૮ વર્ષ કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા તેમજ કિશોરીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી પૂર્ણા યોજના અંતર્ગત  પૂર્ણા સખી - સહસખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને શાળાએ ન જતી કિશોરીઓને આરોગ્ય પોષણ શિક્ષણ, માસિક સ્વચ્છતા, મહિલા સંબધિત કાયદાઓ તેમજ સ્વબચાવ (સેલ્ફ ડીફેન્સ) વિશે સમજ આપવામાં આવી.

આ ઉપરાંત તાલુકા ક્ક્ષાએથી આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને  RBSK ના સહયોગથી આરોગ્ય તપાસ કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું. જેમાં કિશોરીઓના વજન, ઊંચાઈ અને Hb ટેસ્ટ કરવામાં આવેલ. જેમાં કુલ ૮ સેજાની કુલ-૧૭૮ કિશોરીઓને તાલીમ આપવામાં આવી તેમજ  ૩૭૫ કિશોરીઓના હિમોગ્લોબીનની તપાસ (Hb test) કરતા ૧૧  કિશોરીઓ સીવીયર, ૧૭૩ કિશોરીઓ મોડરેટ, ૧૦૯ કિશોરીઓ માઈલ્ડ અને ૮૩ કિશોરીઓનું Hb નોર્મલ જોવા મળેલ છે.  

આ પ્રસંગે સી.ડી.પી.ઓ. અલકાબેન રાઠોડ સહિત આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ અને તાલુકાની કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार