सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહેમદાવાદની બીઓબી સામે વહેલી પરોઢથી જ પગારખાની 48 ફૂટ લાંબી લાઈનો

શિષ્યવૃત્તિ મેળવવા માટે વહેલી સવારથી લાઈનોમાં લાગેલા મજબૂર વાલીઓ

મહેશ મહેતા
  • Sep 27 2024 6:51PM

મહેમદાવાદ શહેરમાં આવેલી બેંક ઓફ બરોડા બહાર આજે વહેલી સવારથી જ આધારકાર્ડને મોબાઈલ સાથે લિંક કરાવવાની કામગીરી લાંબી લાંબી લાઈનો લાગી હતી.પોતાના પગરખાં મૂકીને વાલીઓ ધંધા-રોજગાર બગાડીને તેમજ બાળકો શાળાનું ભણતર બગાડી સતત ત્રણ-ત્રણ દિવસથી લાઈનોમાં ઉભા રહે છે.‌
આજે પગરખાંની 48 ફુટની લાઈન હોવા છતાં બેંક કર્મચારીઓ દ્વારા માત્ર 35 જ લોકોની કામગીરી કરાતાં કંટાળેલા લોકો દ્વારા સરકારની આ વ્યવસ્થા વિનાની તેમજ બેંકની આડોડાઈ ભરી કામગીરીને લઈને રોષની લાગણી જોવા મળી હતી.

હાલમાં સરકાર દ્રારા "સૌનો સાથ સૌનો વિકાસ"ના ગાણાં ગવાઇ રહ્યાં છે ત્યારે ભાજપના પદાધિકારીઓ 'સૌ ચોરે અને ચૌટે' હડિયાદોડ કરીને ભાજપના સદસ્ય બનાવવા માટેની કામગીરી કરી રહ્યા છે તેઓને આ ગરીબોની વ્યથા કયારે સમજાશે..!!

આ આધારકાર્ડને મોબાઇલ નંબર સાથે લિંક કરાવે અને તે નંબર શિષ્યવૃતિના કામ માટે આવશ્યક હોય વાલીઓ માટે આ કામ પૂર્ણ કરાવવા  વહેલી સવારથી બપોર સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં માત્ર 35ના જ વ્યક્તિગત કામ થતાં, સૌમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.વારંવાર ધરમધક્કા ખાવા પડતાં કેટલાકે શિષ્યવૃતિ જતી કરવાનું  પણ મુનાસીબ માન્યું હતું.જયારે ગરીબ વાલીમિત્રો નિરાશ થઈને નિસાસો  નાખતા નજરે જોવા મળ્યા હતા..  ત્યારે સરકારીતંત્ર દ્વારા આ સમસ્યા જે દરેક શહેર અને ગામમાં સર્જાઈ છે તેનો કોઈ યોગ્ય નિકાલ લાવે તેમ સૌ  ઇચ્છે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार