सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાટણના ગુરજરવાડા વિસ્તારમાં આજે પણ રમાય છે પ્રાચીન અલભ્ય દોરી ગરબા

મંડળીના તાલે હાથમાં દોરી પકડી રમાય છે ગરબા

ભરત પંચાલ
  • Oct 8 2024 5:11PM
આજે મંડળી ગરબાનો ક્રેઝ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે પાટણના ગુર્જરવાડાએ મંડળીની સાથે સાથે પ્રાચિન દોરી ગરબાની પણ પરંપરા જાળવી રાખી છે. નવરાત્રિની ઉજવણીમાં ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો પાટણના ગુજરવાડાનો આ પ્રાચિન દોરી ગરબો ચર્ચા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, ત્યારે આજે ગુર્જરવાડાનાં ખેલૈયાઓએ દોરી ગરબો રમીને સાંસ્કૃતિક પરંપરા જાળવી છે. દોરી ગરબો એ પૂર્ણ રૂપે આપણી સંસ્કૃતિની ભાત પાડવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરે છે. આ પ્રાચીન ગરબો નવા ખેલૈયાઓ માટે રમવો ઘણો કઠિન છે.

અગાઉના સમયમાં ઢોલક-તબલાં-મંજીરાના તાલે મંડળી દ્વારા ગવાતાં લોકગીતોની ધૂનમાં લયબદ્ધ રીતે રમાતો દોરી ગરબો વર્તમાન સમયે ડીજે આવવાથી લુપ્ત થઈ રહ્યો છે.  ગુર્જરવાડા સમસ્ત પરિવાર આમ તો ડીજે મ્યુઝિકનાં તાલે નવરાત્રીની ઉજવણી કરે છે, પરંતુ દોરી ગરબો રમવા માટે ઢોલક-તબલાં-મંજીરાનાં તાલે મંડળી દ્વારા લોકગીતો અને ગરબા ગાઈને પ્રાચીન દોરી ગરબા રમીને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવાનો પ્રયાસ કરે છે.

દોરી ગરબો એટલે સામાજિક એકતાની ગૂંથણી
આ પ્રાચિન દોરી ગરબાની સુંદરતા અને તેનું મહત્વ તે રમાતો હોય ત્યારે તેની ગુંથણી પર નિર્ભર છે. હાથમાં દોરી પકડીને અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદરની તરફ જ્યારે અડધા બહારની તરફ ગોળ ધૂમીને ગરબે રમવા લાગે ત્યારે દોરીની સુંદર ગુંથણી તૈયાર થાય છે. દોરી ગરબો રમવો એ એક આવડતભરી કળા છે. આખો ગરબો રમાય ત્યાં સુધીમાં દોરી છેક નીચે સુધી ગુંથાઈને એક સુંદર ગૂંથણી તૈયાર થાય છે, જે ગુંથણી છોડવા માટે પણ ગરબો રમવો પડે છે. અગાઉ આ ગરબો  ગુજરાતના ઘણા પ્રાંતમાં રમાતો હતો, તે ગોફ ગૂંથણ ગરબો કે અઠંગા રાસ તરીકે પણ ઓળખાય છે

ભાતિગળ પદ્ધતિથી તાલબદ્ધ રીતે રમાતો દોરી ગરબો એ આપણાં સાંસ્કૃતિક વારસા સમાન છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार