सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વન નેશન, વન ઇલેક્શનને મળી મંજુરી

ભારતમાં એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવને અમલમાં લાવવા સરકારનું સકારાત્મક વલણ

Jashu Bhai Solanki
  • Sep 18 2024 3:22PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજુરી આપી બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, બપોરે 3 વાગ્યે મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપવામાં આવશે.

વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તે 18,626 પેજનો છે. આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રીપોર્ટની સ્ટેકહોલ્ડર્સ-નિષ્ણાતો સાથે સંપુર્ણ ચર્ચા કર્યા બાદ 191 દિવસના વિશ્લેષણ બાદ નિર્ણય લેવામાં આવ્યો. 2029 સુધીમાં દેશમાં એક સાથે ચૂંટણી યોજાઇ શકે છે. 

એક સાથે ચૂંટણીનો શુ ફાયદો થશે ?

 -ચૂંટણી દરમિયાન થતા ખર્ચમાં બચત
-દેશમાં ચાલી રહેલી સતત ચૂંટણીથી છુટકારો 
-લોકોને સતત આચારસંહિતાથી છુટકારો 
વન નેશન વન ઇલેકશનમાં પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતીએ આ મુદ્દે કુલ 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો. તે પૈકી પ્રતિક્રિયા આપનાર 47 રોજકિય પક્ષોમાથી 32 પક્ષોએ એક સાથે ચૂંટણી કરવાના મુદ્દાને સમર્થન આપ્યુ હતું. જ્યારે 15 પક્ષોએ વિરોધ કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार