सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અરવિંદ કેજરીવાલ: આજે બપોરે 12 વાગ્યે દિલ્હીને મળશે નવા મુખ્યમંત્રી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રિમ કોર્ટ માથી જામીન મળ્યા પછી પોતે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આજે એટલે કે 17 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટી દિલ્હીના નવા મુખ્યમંત્રની જાહેરાત કરશે.

Jashu Bhai Solanki
  • Sep 17 2024 10:54AM

દેશની રાજધાની દિલ્હીને આજે મળશે નવા મુખ્યમંત્રી. દિલ્હીના હાલના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા પછી પોતાના પદ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કર હતી. આજે બપોરે 12 વાગ્યે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં દિલ્હીના નવા મુંખ્યમંત્રીની ઘોષણા થશે. 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે 4.30 વાગ્યે રાજીનામું આપી શકે છે. અરવિંદ કેજરીવાલ સાંજે 4.30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને આ દરમિયાન તેઓ રાજીનામું આપે તેવી શક્યતા છે.

આગામી સી.એમ. પદ માટે આમ આદમી પાર્ટીના નેતાઓના નામ આગળ મૂકવામાં આવ્યા છે, દિલ્હીના આગામી મુખ્યમંત્રી માટે જે નેતાઓના નામ સૌથી વધુ ચર્ચામાં છે તે છે આતિશી, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ગોપાલ રાય. આ તમામ કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી છે અને પોતાની જવાબદારી પણ સારી રીતે નિભાવી રહ્યા છે.

પરંતુ સૌરભ ભારદ્વાજ દ્વારા એક મહત્વપુર્ણ નિવેદન આપવામાં આવ્યું છે કે  તે પોતે સીએમ પદની રેસમાં નથી'- સૌરભ ભારદ્વાજ દિલ્હીમાં AAP સરકારમાં મંત્રી છે. "અમારા એક સાથી મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રીના પદ પર કોણ બેસશે તે અંગે કોઈ પ્રશ્ન નથી. અમે ઇચ્છીએ છીએ કે જલદી ચૂંટણી થાય, મારા નામ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ હું રેસમાં નથી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार