વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મતદાન શરૂ થયું હતું. વાવ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ માવજીભાઈ વચ્ચે ખરાખરીનો જંગ છે. 3 લાખથી વધુ મતદારો મતદાન કરશે. 321 મતદાન કેન્દ્ર પર મતદાન યોજાશે. 97 મતદાન બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે. સંવેદનશીલ મતદાન કેન્દ્રમાં CISFનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન પહેલા પૂજા-અર્ચના કરી હતી. સ્વરૂપજી ઠાકોર ઈષ્ટદેવની પૂજા કરી મતદાન કરવા બીયોક ખાતે જશે. મતદાન પહેલા સ્વરૂપજી પહેલા પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.