सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દિવાળીના તહેવારોમાં ફટાકડાના દુકાનની પરવાનગી મેળવવા માટે તા.૦૫ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં અરજી કરી શકાશે

લુ વર્ષે આગામી દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાનો ધંધો કરવા માટે રાજપીપલા નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત નક્કી કરે તે સ્થળે દુકાનો કરવાની પરવાનગી મેળવવા ઇચ્છતા

શૈશવ રાવ નર્મદા
  • Oct 8 2024 4:19PM
 ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાનો ધંધો કરવા માટે રાજપીપલા નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત નક્કી કરે તે સ્થળે દુકાનો કરવાની પરવાનગી મેળવવા ઇચ્છતા નાંદોદ, ગરુડેશ્વર તથા તિલકવાડા તાલુકાના વ્યક્તિઓએ પરવાનગી મેળવવા માટેની અરજીઓ નિયત નમૂનામાં ફોર્મ નં-૪ માં ત્રણ નકલમાં સંપૂર્ણપણે માહિતી સાથે સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, રાજપીપલા જિ.નર્મદાને તા.૦૫/૧૦/૨૦૨૪ સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. 

તદ્અનુસાર, એક્સપ્લોઝીવ રૂલ્સ- ૧૮૮૩ ના નિયમ- ૧૩૫(૧), ૧૬૬ તથા પરવાના ફોર્મ નં.૨૪ ની શરત નંબર (૧) માંથી સરકારશ્રીએ એક્સપ્લોઝીવ એક્ટ-૧૯૮૪ ની કલમ-૧૦(૨) હેઠળ મુક્તિ આપેલ છે તથા ખુલ્લા મેદાનમાં ટેમ્પરરી શેડ બાંધી દુકાનો કરવા માટે સુચના આપેલ છે. જેથી રસ ધરાવતાં ઇસમોએ ઉપરની જોગવાઇઓમાં મળેલી મુક્તિને અનુરૂપ ફટાકડાની દુકાન કરવામાં રસ ધરાવતાં હોય તેઓએ નમુના નં. ૪ માં તા. ૦૫/૧૦/૨૦૨૪ સુધીમાં ત્રણ નકલમાં અરજી કરવી તથા અરજી ઉપર રૂા. ૩.૦૦ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડી સાથે રૂા.૯૦૦/- (અંકે રૂપીયા નવસો પુરા) નું ચલણ પરવાના ફી અંગે “ ૦૦૭૦ અધર એડમીનીસ્ટ્રેટીવ સર્વિસ” ના સદરે જમા કરાવીને તેનું અસલ ચલણ સામેલ રાખવું. અરજી સાથે ગત વર્ષમાં મંજૂર કરેલ પ્લાનની ત્રણ નકલો તથા મેળવેલ લાયસન્સની નકલ ઉપરાંત હાલ જે સ્થળે ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા હોય તે સ્થળ સ્થિતિનો નવેસરનો પ્લાન અરજી સાથે સામેલ રાખવા. સીટી સર્વે, નગરપાલિકા, ગ્રામ પંચાયત પાસેથી પ્લોટ ભાડે રાખ્યા અંગેની પાવતી પણ સામેલ કરવી. નક્કી કરવામાં આવેલા સ્થળ સિવાય અન્ય કોઇ સ્થળે પરવાનગી આપવામાં આવશે નહીં. 

એક્સપ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ તથા વખતો વખતની સૂચનાઓ મુજબ જણાવેલી વિગતે દુકાનનું ભોંયતળિયાનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું ૯(નવ) ચોરસ મીટર અને દુકાનને સ્વતંત્ર રીતે પ્રવેશ દ્રાર તથા બહાર નિકળવાનો માર્ગ હોવો જોઈએ. તેમજ આવી દુકાનો કોઈ દાદર નીચે હોવી જોઈએ નહિ કે જેથી કરીને આગ, અકસ્માત દરમ્યાન દુકાનના પ્રવેશવાનો માર્ગ રોકાય નહિ. દારૂખાનાની દુકાનની આગળ પાછળના ભાગમાં ધજા, કાઠી, કપડા, પતરા વિગેરે લગાડી વિસ્તૃત કરી શકાશે નહિ. દારૂખાનાની દુકાનના પરવાનામાં જણાવેલ દારૂખાના સિવાય અન્ય કોઈ ચીજ વસ્તુનું વેચાણ કરી શકાશે નહિ. દુકાનની આજુબાજુ ૧૦૦ મીટરના વિસ્તારમાં કેરોસીનનું ગોડાઉન, પેટ્રોલપંપ કે સળગી ઉઠે તેવા પદાર્થોની દુકાન આવેલી હોવી જોઈએ નહી. દુકાન ઉપરની વિગતવાળું હોવા અંગેનો નકશો સ્થાનિક સંસ્થા પાસે મંજુર કરાવેલ હોવો જ જોઈએ. તે નકશાની ત્રણ પ્રત સામેલ રાખવાની રહેશે. મુદ્દત બહાર આવેલી અરજીઓ તથા ઉપરની જરૂરિયાત પૂર્ણ થતી ન હોય તેવી અરજીઓ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહિ. અરજીનું ફોર્મ જે તે તાલુકાકક્ષાએ મામલતદાર કચેરીમાં તથા અત્રેની કચેરીએથી વિના મૂલ્યે મળી શકશે. જેની ખાસ નોંધ લેવા સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, રાજપીપલા તરફથી મળેલ એક અખબારી યાદીમાં જણાવાયું છે.  

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार