सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આજે શુભ મુહર્ત માં ભગવાન ની નેત્રોત્સવ વિધિ યોજાઈ

આગામી ૭ જુલાઈના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની ૩૯ મી રથયાત્રા ભાવનગર શહેરના નિયત ૧૮ કિમી માર્ગ પર નીકળનારી છે ત્યારે તે પૂર્વે પારંપરિક નેત્રોત્સવ વિધિ ભગવાનેશ્વર મંદિરે યોજાય હતી

સિદ્ધાર્થ ગોઘારી
  • Jul 5 2024 6:50PM
આગામી ૭ જુલાઈના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની ૩૯ મી રથયાત્રા ભાવનગર શહેરના નિયત ૧૮ કિમી માર્ગ પર નીકળનારી છે ત્યારે તે પૂર્વે પારંપરિક નેત્રોત્સવ વિધિ ભગવાનેશ્વર મંદિરે યોજાય હતી.ભુદેવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રમાણે આજે શહેરના સુભાષનગર ભગવાનેશ્વર મંદિર ખાતે ભગવાન જગન્નાથજી–બલભદ્ર અને બહેન સુભદ્રાની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી. તારીખ ૦૭ જુલાઈ ના રોજ આંખેથી પટ્ટી ખોલવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ અને બહેન સાથે નગરયાત્રા એ નીકળશે.


આગામી તારીખ ૦૭ જુલાઈ,અષાઢીબીજના રોજ અમદાવાદ બાદ રાજ્યની બીજા નંબરની ૩૯મી રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળવાની હોય ત્યારે આજે શહેરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજી-બલભદ્ર અને બહેન સુભદ્રાની પારંપરિક વિધિ અનુસાર આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે.વાયકા પ્રમાણે ભગવાન જયારે તેના મોસાળ ગયા હોય છે ત્યારે તે સમયે ત્યાં કેરી-જાંબુ-શીંગ–ગોળ જેવી અનેક સામગ્રીને આરોગતા તેમની આંખો આવી જાય છે.જયારે તે તેમના નગરમાં રથમાં પરત ફરે છે ત્યારે તેમની આંખમાં પવન ના લાગે તે માટે તેમની આંખોમાં મધ લગાવી પટ્ટી બાંધવામાં આવી હતી .ત્યાર બાદ ભગવાન જગન્નાથજી–બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના ઘરે દ્વારિકા પરત ફરે છે અને ઘરે પરત આવ્યા બાદ અષાઢીબીજના દિવસે આંખો પરની પટ્ટી ખોલવામાં આવે છે .મોસાળથી પરત આવ્યા બાદ બહેન સુભદ્રાને નગરયાત્રા કરવાનું મન થતા ભગવાન જગન્નાથજી અને બલભદ્ર તેને લઇને દ્વારિકા નગરીમાં નીકળે છે જેની ઉજવણી આપણે રથયાત્રા તરીકે કરીએ છીએ .જયારે સાથે રથ પર નીલચક્ર અને હનુમાનજી મહારાજની પણ સ્થાપના કરવામાં આવી હતી.આ નેત્રોત્સવ વિધિ પ્રસંગે રથયાત્રા સમિતિના હરુભાઈ ગોંડલિયા સહિતના લોકો તેમજ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार