सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Jaipur: RSSના કાર્યક્રમમાં છરી વડે હુમલો, 8 સ્વયંસેવકો ઘાયલ, અરાજકતા સર્જાઈ

જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના એક કાર્યક્રમમાં ચાકુ અને લાકડીથી હુમલો, ઘણા લોકો ઘાયલ

Jashu Bhai Solanki
  • Oct 18 2024 10:21AM

જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના એક કાર્યક્રમમાં ચાકુ અને લાકડીથી હુમલો થયો હતો. જેમાં ઘણા લોકો ધાયલ થયા હતા. શરદપુર્ણીમાં ના કાર્યક્રમમાં જયપુર કરણી વિહારમાં ખીર વિતરણન કાર્યક્રમ હતો. આ દરમિયાન છરી અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 8 સ્વયંસેવક ઘાયલ થયા હતા.

ઘાયલોની જયપુરની સવાઇ માન સિંહ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રાજસ્થાન સરકારના કેબિનટ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ધારાસભ્ય ગોપાલ શર્મા તેમજ અન્ય લોકો ઘાયલોની ખબર પુંછવા હોસ્પિટલ આવ્યા હતા. આ ધટનામાં 8 જેટલા લોકો ઘાયલ થયા છે. તેમની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

અચાનક હુમલો થયો હતો
કુમારે કહ્યું છે કે હુમલો અચાનક થયો હતો. રાજસ્થાન ભાજપના પુર્વ વડા અરુણ ચતુર્વેદીએ જણાવ્યું કે આરએસએસ શરદ પુર્ણીમાંના દિવસે ખીર વિતરણનો કાર્યક્રમ આયોજીત કરી રહી હતી. જ્યા અચાનક ચાકુ અને અન્ય હથિયારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. હાલ તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમની ઇજાઓ કેટલી ગંભીર છે તે જાણવા તબીબ તપાસ પણ કરવામાં આવી રહી છે. કરણી વિહાર વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. તેમજ પોલીસ હુમલા પાછળનું કારણ જાણવા તપાસ કરી રહી છે.

ચતુર્વેદીઓ જણાવ્યું છે કે આજે કરણી વિહાર પોલીસ સ્ટેશન હેઠળના રજની વિહારમાં સંઘના કાર્યક્રમમાં સ્વયંસેવકો પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી મળતા જ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

કર્નલ રાઠોડે કહ્યું કે, ખીર વિતરણ કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન ચાલી રહ્યા હતા. આ દરમિયાન 2-3 લોકો ત્યાં આવ્યા હતા અને પહેલા મોટા ખીરના માટલાને લાત મારી હતી અને પછી અપશબ્દો બોલવા લાગ્યા હતા. લોકોએ તેને સમજાવ્યા. આ દરમિયાન તેણે 7-8 લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. હાલની સ્થિતિ એવી છે કે લોકોએ તેને ત્યાં પકડી લીધો અને તે હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ઘાયલોની સ્થિતિ ખતરાની બહાર છે. સ્થિતિ નિયંત્રણમાં છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार