सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહિલા યુરોલોજી જાગૃતિ કાર્યક્રમ

મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય વિષે તકેદારી અને જાગૃતતા કેળવે તે હેતુસર નડિયાદની મુળજીભાઈ પટેલ યુરોલૉજિક્લ હૉસ્પિટલ દ્વારા મહિલા યુરોલોજી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુંબઈના યુરોલોજીસ્ટ ડો. અનિતા પટેલે ખાસ માર્ગદર્શન આપ્યું હતું.

કામાક્ષી પ્રચેત મેહતા
  • Jul 26 2024 6:07PM
હોસ્પિટલના ડો.શરદ બાપટ ઓડીટોરિયમમા યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી. આ હૉસ્પિટલ (કિડની હૉસ્પિટલ) છેલ્લા 45 વર્ષથી કિડની તેમજ મુત્રમાર્ગને લગતા તમામ પ્રકારના લોકોના નિદાન તેમજ સારવાર માટે વિશ્વવિખ્યાત છે. દર્દીઓની સારવાર ઉપરાંત કિડની તેમજ મૂત્રમાર્ગ માટે સમાજના વિવિધ સ્તરે જાગૃતિ લાવવા માટે પણ સતત અગ્રેસર છે. જેમાં બાળકોમાં થતા કિડનીના રોગો માટે વિવિધ શાળા સ્તરે જઈ કેમ્પનું આયોજન કરે તદ્દઉપરાંત 50 વર્ષથી ઉપરનાં વયોવૃદ્ધ માટે પ્રોસ્ટેટ નિદાન કેમ્પ પણ યોજે છે.


આવી જ રીતે આજે મહિલા જાગૃતિ માટે વિવિધ સ્તરે સમાજના લોકો ચિંતિત છે, તેમાં આ સંસ્થા દ્વારા મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય વિષે જાગૃત કરવા જરૂરી છે જેથી મહિલાઓને મૂત્રમાર્ગ સંબંધિત સમસ્યાઓ માટે જાગૃતિ લાવવી જરૂરી છે. તેથી આજે આ સંસ્થામાં ડૉ. અનિતા પટેલ (મહિલા મૂત્ર માર્ગ નિષ્ણાત, મુંબઈ) તેમજ ડૉ. નિરમ્ય પાઠક (યુરોલૉજિસ્ટ) મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું. મુંબઈ સ્થિત ડૉ. અનિતા પટેલ જે છેલ્લા 30 વર્ષથી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના ધરાવતા સ્ત્રીઓ, મહિલાઓના મૂત્ર માર્ગ સંબંધીત સમસ્યાના નિષ્ણાત છે. જેઓ MBBS. MS, M. Ch., DNB (યુરોલૉજી) અને FRCS (યુરોલૉજી)ની ડિગ્રી ધરાવે છે. જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણાબધા પેપર પણ પ્રેઝન્ટ કરેલા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार