सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાપી જિલ્લા સેવાસદનના ઓડિટોરિયમ હોલ ખાતે 'જનજાતિય ગૌરવ દિવસ' ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે આદિવાસી સમુદાયના ૧૫૦ થી વધુ લાભાર્થીઓને ૪૫ લાખથી વધુના યોજનાકીય લાભોનું વિતરણ

વિકાસ શાહ
  • Nov 15 2024 4:41PM

 તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ખાસ ઉપસ્થિતિ નોંધાવતા વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતીને “જનજાતિય ગૌરવ દિવસ” તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે. 

આપણા વડાપ્રધાનએ તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૪ ના દિવસે ઝારખંડ ખાતેથી ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેનો એકમાત્ર આશય આદિજાતિ પ્રભુત્વ ધરાવતા ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.

આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે આદિવાસી સમુદાય તથા આદિમ જૂથના સર્વાંગી વિકાસની દરકાર લીધી છે. ત્યારે બહુલ આદિજાતિ વિસ્તાર ધરાવતા તાપી જિલ્લાના આદિવાસી બાંધવો તેમજ “પીએમ જનમન” અભિયાન હેઠળ આદિમજૂથોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે તાપી જિલ્લા વહીવટી તંત્રએ કમરકસી છે. વહીવટી તંત્રએ સરકારની વિવિધ સેવાઓ તથા યોજનાઓના લાભો છેવાડાના લાભાર્થી સુધી પહોંચતા કરીને આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારા સાથે જોડવાનું કાર્ય કર્યું છે. 

તાપી જિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીએ વિવિધ યોજનાઓના આદિવાસી તથા આદિમજૂથ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો હતો.

 લાભાર્થીઓએ યોજનાના લાભ મળ્યેથી જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગે પોતાના મંતવ્યો મંત્રી તેમજ હોલમાં ઉપસ્થિત સૌ નાગરિકો સમક્ષ રજૂ કર્યા હતા. 

 તાપી જિલ્લાના નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પ્રેરક સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું.

કાર્યક્રમ સ્થળે વિવિધ યોજનાકિય સ્ટોલની મુલાકાત લઈને મંત્રીએ સ્ટોલના પ્રતિનિધિઓને સરકારની તમામ સેવાઓ અને યોજનાઓની માહિતી અને લાભ નાગરિકોને મળી રહે તેવા ઉમદા આશય સાથે કામગીરી કરવા માટે પ્રોત્સાહન પુરુ પાડ્યંુ હતું. 


જેમાં ૧૨૭૦ લાભાર્થીઓને વાસ્મો દ્વારા નલ કનેક્શન દ્વારા પીવાનું શુદ્ધ પાણી, ૭૭૯ આવાસોને મંજુરી, ૧૯૯૯ લાભાર્થીઓને વિજળીની સુવિધા, ૬૨૦૩ લાભાર્થીઓને પી.એમ. કિસાન સન્માન નિધિ, ૧૯૯૭૧ લાભાર્થીઓને આયુષ્માન ભારત યોજનાનો લાભ, ૩૩૧૯ લાભાર્થીઓને આધાર કાર્ડ, ૪૦૮૫ લાભાર્થીઓને રેશન કાર્ડ, ૨૯૮૯ લાભાર્થીઓને ઉજ્જવલા યોજના તથા ૪૪૩ લાભાર્થીઓને જાતિ પ્રમાણ પત્રનો લાભ આપી લાભાન્વિત કર્યાં છે. આ સાથે પીએમ જનમન અભિયાન અંતર્ગત સોનગઢ તાલુકામાં ૦૬ આંગણવાડીઓ મંજુર કરવામાં આવી છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, સંગઠનના હોદ્દેદારો, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નાયબ સંરક્ષક પુનિત નૈયર, નિવાસી અધિક કલેકટર આર. આર. બોરડ, ડીઆરડીએ ડાયરેક્ટર ખ્યાતિ પટેલ, નાયબ કલેક્ટર તૃપ્તી પટેલ,વ્યારાના પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ સહિત અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार