सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આણંદ મહાનગરપાલિકાના નવા લોગાને પસંદ કરવામાં આવ્યો

લોગોની મધ્યમાં દેશની એકતા, અખંડિતતાના શિલ્પી અને સમરસતાના પ્રતિકરૂપ સરદાર પટેલના વારસાનું પ્રતિનિધિત્વ કરે છે, એમએસ ડીઝાઈન સ્ટુડિયો રાજકોટના ડીઝાઈનર મનોજ સોંડાગરે લોગો ડીઝાઈન કર્યો.

સુદર્શન ટીમ
  • Jan 23 2025 6:14PM
આણંદ નગરપાલિકાને હાલમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આણંદ મહાનગરપાલિકામાં વલ્લભ વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા થતા મોગરી, જીટોડીયા અને લાંભવેલ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આણંદ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતરિત થતા શહેરને નવી ઓળખ આપવા માટે મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ લોગો ડિઝાઇનની સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં ૫૦૦ ઉપરાંત આર્ટીસ્ટોએ ભાગ લીધો હતો. જે પૈકી  એમએસ ડીઝાઈન સ્ટુડિયો રાજકોટના ડીઝાઈનર મનોજ સોંડાગર દ્વારા ડીઝાઈન કરવામાં આવેલા લોગોને પસંદ કરવામાં આવ્યો છે. 

આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાએ જણાવ્યું છે કે, આણંદ મહાનગરપાલિકાના નવા લોગોથી આણંદ શહેરને નવી ઓળખ મળશે. આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) લોગો આણંદની આગવી ઓળખ, યોગદાન, વારસો અને વિકાસને રજૂ કરે છે. લોગોનો ગોળ આકાર એકતા અને સંપૂર્ણતાનું પ્રતિક છે, જ્યારે સૂર્યકિરણ જેવા આઉટર ડિઝાઇન પ્રગતિ, ઉજાસ અને શ્રેષ્ઠ ભવિષ્ય તરફના આણંદના એક મહાન પ્રયાણને દર્શાવે છે. લોગોમાં દર્શાવેલ નીલો રંગ (Blue Background): વિશ્વાસ, સ્થિરતા અને શાસનનું પ્રતિક છે. સફેદ તત્વો (White Elements) શ્વેત ક્રાંતિ, પારદર્શકતા, પવિત્રતા અને સાદગી દર્શાવે છે.


લોગોના મુખ્ય તત્વો

(૧) સરદાર વલ્લભભાઈ પટેલની આકૃતિ (Silhouette) - લોગોની મધ્યમાં દેશની એકતા, અખંડિતતાના શિલ્પી અને સમરસતાના પ્રતિકરૂપ સરદાર વલ્લભભાઈ પટેલના વારસાનું પ્રતિનિધિત્વ કરે છે.

(૨) દૂધનું ટીપું (Milk Drop) - લોગોના ટોપ ઉપર લોગોના તાજ રૂપી શોભતું ટીપું દૂધ માટે વિશેષ છે. જે આણંદની શ્વેત ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. જેને આણંદ શહેરને "મિલ્ક કેપિટલ ઓફ ઈન્ડિયા" તરીકે ઓળખ આપી છે.

(૩) બુકની આકૃતિ - લોગોમાં રહેલો બુકનો આકાર આણંદના શિક્ષણક્ષેત્ર અને જ્ઞાનપ્રાપ્તિની સંસ્કૃતિનું પ્રતિક છે, જે શહેરના શૈક્ષણિક યોગદાનને ઉજાગર કરે છે.

(૪) બંને બાજુથી ઢળતી પાંદડીની ડીઝાઈન - સરદાર પટેલને બંને બાજુથી નમીને નમસ્કાર કરતી ફૂલ અને પાનની ડિઝાઈન કૃષિ યુનિવર્સિટી અને આણંદમાં પ્રગતિશીલ કૃષિ ક્ષેત્રની ખાસિયત રજૂ કરે છે. આ. મ્યુ. કો લખાણની બંને બાજુની પાંદડાની ડિઝાઈન ચરોતરની સમૃદ્ધ કૃષિને દર્શાવે છે.

(૫) શહેરી ઈમારતો (Urban Infrastructure) - આધુનિક ઈમારતો આણંદ શહેરના વિકાસ, ગ્રીન અને સ્માર્ટ સિટીની પ્રગતિશીલ સ્થિતિને દર્શાવે છે.

(૬) ગુજરાતી લખાણ (આ.મ્યુ.કો.) - ગુજરાતીમાં "આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન" માટેનું સંક્ષિપ્ત નામ છે, જે પ્રદેશની ઓળખને મજબૂત બનાવે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार