सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

લાલ,સફેદ,પીળા કલર ફૂલ ડ્રેગન ની ખેતી થકી મબલક આવક મેળવતાં વાવડી ગામના રમેશભાઈ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર તાલુકાના વાવડી (રાજગોર) ગામના એક ખેડૂત પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમનો મબલક પાક જુદા જુદા જિલ્લાની માર્કેટમાં વેચાણ કરી કમાણી કરી રહ્યા છે.

સિદ્ધાર્થ ગોઘારી
  • Jul 30 2024 11:48AM

વાવડી ગામના ખેડૂત રમેશભાઈ મકવાણા પાંચ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા ખેતી અંગેના ફાયદા જણાતા તેઓએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી આજે તેઓ વિધા દીઠ એક થી દોઢ લાખની આવક મેળવે છે.

આ ઉપરાંત પાંચ વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતોએ તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ એમના પ્રાકૃતિક ખેતી ના માર્ગદર્શન થકી તેઓ પણ લખેલી આવક મેળવતા થયા છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે તેવો લાલ,સફેદ,પીળા કલરના ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મેળવે છે.

ગાય આધારિત ખેતીમાં તેવો ગાયનું છાણ,ગૌમૂત્ર,જીવામૃત,પંચામૃત અને ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવીને તેમનો છટકાવ કરે છે તેથી ઉત્પાદન પણ સારું મળે છે.અને તેમાં મીઠાસ પણ સારી આવે છે તેમનું ઉત્પાદન થયેલો માલ આજુબાજુ જિલ્લાની માર્કેટમાં વેચાણ કરે છે

તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહી છે ત્યારે બાગાયત ખાતાના અધિકારીઓ,આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર ખેડૂતની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે.

 

બાઈટ : રમેશભાઈ ખેડૂત

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार