सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાતમાં મેઘ મહેર : સૌથી વધુ ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ, લિલિયા, સુરત, ઉમરપાડામાં 3.5 ઇંચ વરસાદ

એક જ દિવસમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ

Jashu Bhai Solanki
  • Sep 26 2024 10:08AM

ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાય વખતે મેઘરાજાએ જોર પકડ્યું છે, એક જ દિવસમાં લગભગ 181 તાલુકામાં વરસાદ વરસ્યો છે, સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે,  ઉમરપાડા તાલુકામાં એક જ દિવસમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો, જેને કારણે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા, લોકોને તેમજ વાહનચાલકોને ખુબ જ હાલાકી ભોગવવી પડી હતી, હજુ પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલુ છે.

સુરત શહેરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકો મુશ્કોલીમાં મુકાયા હતા. સુરતમાં વરસાદ બાદ અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. ઘૂંટણ સમાં પાણી ભરાયાં છે. સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. કૈલાસનગર, મજૂરાગેટ, અઠવાગેટ ખાતે પાણી ભરાયાં છે. કાદરશાહના નાળ વિસ્તારમાં પણ ગોઠણસમાં પાણી ભરાયાં છે. નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં પાણી ભરાતા અહીં આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. કૈલાશનગર વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વલ્લભજીવનની ચાલના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.

સુરત, નવસારી, વડોદરા તેમજ લિલિયામાં પણ સરેરાસ 305 ઇંચ જેટલો વરલાદ પડ્યો. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેતપુરમાં 3 જ્યારે છોટાઉદેપુરમાં 2.5 ઇંચ વરસાદ, કડી, પ્રાંતિજ, ક્વાંટ અને તિલકવાડામાં 2 ઇંચથી વધુ વરસાદ. બોડેલી, વાલિયા, ગણદેવી અને માંડવીમાં 2 ઇંચથી વધુ વરસાદ.

નવરાત્રીની શરુઆતમાં પણ વરસાદની શક્યતાઓ ખુબ જ વધારે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 72 કલાક સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार