सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં આખા સમૈયામાં થાય છે રાત્રી સફાઈ

તારીખ 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય સ્થાન એવા વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનાં 200 વર્ષ પુરા થયાં નિમિતે ઉજવાઈ રહેલ દ્વિશતાબ્દી મહોત્સવમાં રોજ લાખો ભાવિકો મંદિર દર્શન, કથા શ્રવણ, પ્રદર્શન અને આનંદ મેળાનો લાભ લઇ રહ્યા છે ત્યારે સમગ્ર ઉત્સવમાં સંપૂર્ણ સ્વચ્છતાનાં દર્શન થાય એ સ્વાભાવિક છે

હિરેન ખુંટ
  • Nov 14 2024 5:47PM
તારીખ 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય સ્થાન એવા વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનાં 200 વર્ષ પુરા થયાં નિમિતે ઉજવાઈ રહેલ દ્વિશતાબ્દી મહોત્સવમાં રોજ લાખો ભાવિકો મંદિર દર્શન, કથા શ્રવણ, પ્રદર્શન અને આનંદ મેળાનો લાભ લઇ રહ્યા છે ત્યારે સમગ્ર ઉત્સવમાં સંપૂર્ણ સ્વચ્છતાનાં દર્શન થાય એ સ્વાભાવિક છે. રોજ સવારે જયારે ભક્તો ઉત્સવ ગ્રાઉન્ડમાં પહોંચે ત્યારે કચરાનું એક તણખું સુધા જોવા નથી મળતું. જયારે આ બાબતે અમારા રિપોર્ટર હિરેન ખુંટ પોતે રાત્રે 11 વાગ્યાંથી 1 વાગ્યાં સુધી ઉત્સવના અલગ અલગ વિભાગોમાં જઈ સ્વનિરીક્ષણ કર્યું અને જાણવા મળ્યું  કે જ્યારથી ઉત્સવ શરુ થયો ત્યારથી વડતાલ અને વડતાલની આસપાસના ગામનાં 1356 લોકો રોજ રાત્રે પોતાના ખર્ચે આવીને સાફ સફાઈની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લઈને ઉત્સવને ચોખ્ખો ચણાટ કરવાનું ભગીરથી કાર્ય કરી રહ્યા છે. આ સેવકોને કુલ 5 જોનમાં વિભાજીત કરીને સફાઈની સેવા સોંપવામાં આવી છે. મજૂરી કામ કરનારથી લઈને કરોડપતિઓ પણ આ સફાઈની સેવામા જોડાઈ જાય છે. સ્વામિનારાયણનાં ઉત્સવોમાં સફાઈ એક અગત્યનું પાસું હંમેશા રહેતું હોઈ છે ત્યારે વડતાલના આ ઉત્સવને પણ વધુ દીપાવવા માટે સફાઈની સેવામા શાસ્ત્રી શ્રી નૌતમસ્વામીની પ્રેરણાથી શ્રી વેદાંતપ્રકાશસ્વામી, શ્રી જગતપ્રકાશસ્વામી, રાકેશભાઈ સંજાયા, બીરેનભાઈ,મૃગેશભાઈ,ગૌરાંગભાઈ, જયેશભાઇ અને વિષ્ણુભાઈની આખી ટીમ ખડે પગે રહીને આખાં ઉત્સવમાં સફાઈની સેવાની કામગીરીને દીપાવી દીધી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार