જો ખેડુતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી યોજનાનો લાભ લે છે તેઓને વર્ષે બીજા 36000 રુપિયા મળી શકે છે. આ માટે તેમણે માત્ર 55 થી 200 રુ. નું રોકાણ કરવું પડશે.
જો ખેડુતો પીએમ કિસાન સન્માન નીધી યોજનાના લાભાર્થી હોઇ તેઓે માત્ર 6000 રુ, જ નહી પણ 42000 રુ. મળી શકે છે. આ યોજનાનો લાભ આવા ખેડુતોને મળશે જે પહેલાથી પીએમ કિસાન સન્માન નિધી યોજનાના લાભાર્થી હોઇ. પીએમ કિસાન સન્માન નિધીના લાભાર્થીઓ સાથે સરકાર માનધન કિસાન યોજનાની સુવિધા પણ આપે છે. આ ખેડુતોને પીએમ કિસાન નિધી યોજના કરફથી વાર્ષિક 6000 રુ. અને માનધન યોજનામાથી 36000 રુ. મળશે. જેથી આખા વર્ષમાં કુલ 42000 રુ. જમા કરવામાં આવશે.
મહિને માત્ર 55 રુપિયાનું રોકાણ કરવું પડશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી નામની યોજના અંતર્ગત ખેડુતોને સરકાર તરફથી દર વર્ષે 6000 રુપિયાના આર્થિક સહાય આપવામાં આપવામાં આવે છે. સાથે ખેડુતો માટે સરકારે પીએમ કિસાન માનધન યોજનાના નામે બીજી યોજના પણ ચલાવે છે. આનો લાભ લેવા માટે ખેડુતોએ મહિને સામાન્ય 55 રુ. નુ રોકાણ કરવાનું રહેશે. તેમજ તેમનો લાભ લેવા માટે અલગથી અરજી કરવાની પણ જરુર નથી. પીએમ કિસાન નિધીના ફોર્મ પર જ માનધન યોજનાનો ઓપ્શન મળે છે. ખેડુત જ્યારે 60 વર્ષનો થાય ત્યારે તેમને આ યોજના હેઠળ 3000 પેન્શન પણ મળે છે. મતલબ વર્ષે 36000 રુપિયા મળશે.
વર્ષે 42000 રુપિયા જમા થશે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાના લાભાર્થીઓને જ આ યોજનાનો લાભ મળશે. આ સિવાય તેમનું ઇ કેવાયસી પણ જરુરી છે. ચમે પીએમ કિસાન નિધીના રજિસ્ટ્રેશન પર જ તેમનો લાભ મેળવી શકો છો. આ યોજનાનો લાભ મેળવવા માટે ઉમર 18 થી 40 વર્ષની હોવી જોઇએ. તેમજ મહિને માત્ર રુ. 55 થી 200 નું રોકાણ કરવાનું રહેશે. જો તમે 30ની ઉંમરે તો રોકાણ શરુ કરો છો તો 110 રૂપિયા અને 40 વર્ષની ઉંમરે 200 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. ત્યાર બાદ લાભાર્થી ખેડૂત 60 વર્ષનો થાય એટલે તેમને ખાતામાં સરકાર તરફથી 6000+36000=42000 રૂપિયા મળવા લાગશે.