सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નવરાત્રી 2024 : આંબાલાલ પટેલની નવરાત્રીમાં વધુ એક આગાહી, જુઓ ક્યા દિવસે વરસાદની શક્યતા

બંગાળના ઉપ સાગરમાં ચક્રાવત થવાથી ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેશે.

Jashu Bhai Solanki
  • Oct 3 2024 4:33PM

રાજ્યામાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા વધુ એક વાર વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રીના છઠ્ઠા નોરતેથી રાજ્યમાં વરસાદી માહોલ છવાઇ શકે છે. જો કે તે વરસાદ ચોમાસાનો અંતિમ વરસાદ હોઇ હોઇ શકે.


રાજ્યમાં વરસાદને લઇ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે નવરાત્રીમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. જેમા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ચક્રાવતને કારણે સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદની અસર થઇ શકે છે. 

નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી 
નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 થી 5 ઓક્ટોબર સુધી પણ વરસાદ પડી શકે છે. 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી આગાહી કરાઇ છે. તેમજ સૌરાષ્ટ્રમાં પણ છુટો છવાયો વરસાદ પડી શકે છે. 

5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છુટો છવાયો વરસાદની શક્યતાઓ 
હવામાન નિષ્ણાંત આંબાલા પટેલ આગાહી કરતા જાણાવ્યું છે કે 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છાટાછવાયા વરસાદની શક્યાતાઓ છે તેમજ સૌરાષ્ટ્રના વિસ્તાર જેવા કે જૂનાગઢ, અમરેલી તેમજ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે. 

હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 
5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઇ શકે છે. તેમજ 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપ સાગરમાં ચક્રાવત થવાની શક્યતાઓ રહેશે. વધુમાં આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 10 થી 13 ઓક્ટોબરના સંભવિત વરસાદ બાદ ઠંડી પડવાની શરુઆત થઇ શકે તેવી શક્યતાઓ છે. 
     

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार