અવામી લીગના નેતા અને પૂર્વ મેયરે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનના નામે નરસંહાર થયો છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના દેશ છોડ્યાના ત્રણ મહિના થઇ ગયા છે. પરંતુ રાજકિય સ્થિતિ હજુ સ્થિર થઇ નથી. શેખ હસીનાની પાર્ટી અવામી લીગે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને 61 અન્ય વિરુદ્ધ નેધરલેન્ડ સ્થિત ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો સંપર્ક કર્યો છે.
આંદોલનના નામે નરસંહાર થયો હતો, જેમા અનેક હિન્દુઓને પણ નુકસાન થયું હતું. અવામી લીગના નેતા અને સિલહટના પૂર્વ મેયર અનવરુજ્જમાન ચૌધરીએ વીડિયો સંદેશ જારી કરીને કહ્યું, "5થી 8 ઓગસ્ટ સુધી બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનના નામે ક્રૂર નરસંહાર થયો છે, જેમાં અવામી લીગના નેતા કાર્યકરો અને તેના વિવિધ સહયોગીઓ, બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ, બૌદ્ધ અને બાંગ્લાદેશના પોલીસ બળને નિશાન બનાવવામાં આવ્યા. આ સંબંધમાં અમે ICCને બધા તથ્યો અને પુરાવા સોંપી દીધા છે."
800 પાનાંનો દસ્તાવેજ ઈન્ટરનેશનલ કોર્ટને મોકલવામાં આવ્યો
લગભગ 800 પાનાંનો દસ્તાવેજ જોડ્યો છે. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં 15 હજાર વધુ ફરિયાદો નોંધાવવામાં આવશે, જેની તૈયારી ચાલી રહી છે. તેમણે કહ્યું કે આ હિંસાનો ભોગ બનેલા વ્યક્તિઓ એક એક કરીને ફરિયાદ નોંધાવશે. તેમજ આવામી લાગને રેલી યોજવાની મંજુરી પણ નહી મળે. જો કાયદો અને વ્યવસ્થાને ભંગ કરવાનો પ્રયાસ કર્યો તો કાયદેસરના પગલે લેવામાં આવશે.