सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નર્મદા જિલ્લામાં દિપક ફાઉન્ડેશન અને જિલ્લા ક્ષય કેન્દ્ર રાજપીપલા દ્વારા ૨૫ ક્ષય રોગીને પોષણ કીટનું વિતરણ

પોલીક્લીનીક અર્બન હેલ્થ સેન્ટર રાજપીપલા ખાતે ૨૦૭ જેટલા વ્યક્તિઓનું સ્ક્રીનીંગ સહિત મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો

શૈશવ રાવ નર્મદા
  • Jul 6 2024 2:24PM
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ-૨૦૨૫ માં "ટીબી મુક્ત ભારત" આહવાનને પરિપૂર્ણ કરવા તેમજ એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના ટીબી રોગના દર્દીઓને ઝડપથી નિદાન કરી સમયસર પુરતી સારવાર મળે એવા આશય સાથે આજરોજ જિલ્લા ક્ષય કેન્દ્ર નર્મદા અને પોલીક્લીનીક અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળાના મેડીકલ ઓફિસર દ્વારા મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. 

જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિતાના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનીતાબેન વસાવાના અધ્યક્ષતામાં અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ.માઢકના વિશેષ ઉપસ્થિતમાં પોલીક્લીનીક અર્બન હેલ્થ સેન્ટર રાજપીપલા ખાતે યોજાયેલ કેમ્પમાં ટીબી દર્દીઓના રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુસર ટીબીના તમામ દર્દીને પોષણયુક્ત કીટ આપવામાં આવી હતી. 

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં દિપક ફાઉન્ડેશન દ્વારા ૨૫ ટીબી દર્દીઓને એપ્રિલ - ૨૦૨૪ થી સતત પોષણયુક્ત ખોરાકની કીટનું વિતરણની સાથે નિદાન વાન દ્વારા ૭ કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં આજરોજ કુલ ૨૦૭ સ્ક્રીનીંગ કરવામાં કરવામાં આવ્યુ હતુ. ૨૫ ક્ષય રોગીને પોષણ કીટનું વિતરણ કરવામા આવ્યુ અને  ૧૨ વ્યકિતઓની ટીબી રોગનું નિદાન અને ટીબીની સારવાર માટેની કીટ આપવામાં આવી હતી. 

આજરોજ યોજાયેલ મેડીકલ ચેકઅપમાં ટીબી રોગની સમયસર દવા અને પોષણયુક્ત આહાર લેવાથી દર્દીના વજન માં ૩ થી ૪ કીલોનો વધારો થયેલની ચકાસણી પણ કરવામાં આવી હતી. 

પ્રધાનમંત્રી "ટીબી મુક્ત ભારત" અભિયાન હેઠળ નર્મદા જિલ્લો ટીબી મુક્ત જિલ્લો થાય તે માટે પોતાની યથા શક્તિ પ્રમાણે ટીબીના દર્દીને દત્તક લઈ દર્દીઓને ન્યુટ્ર્રીશન સપોર્ટ, સપૂર્ણ સારવાર અને સમયાંતારે ફોલોઅપ કરવા માટે  જિલ્લાના આગેવાનો, સેવાભાવી સંસ્થાઓ, પ્રજાજનો આગળ આવવા જિલ્લા ક્ષય અધિકારી ડો.ઝંખના વસાવા દ્વારા અપીલ કરવામાં આવી હતી. કેમ્પમાં દિપક ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેકટર ડો.આકાશકુમાર, જિલ્લા ક્ષય કેન્દ્ર નર્મદાના આરોગ્ય કર્મચારી ઉપસ્થિત રહ્યાં હતા. 
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार