सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગરીબો માટેની યોજનાઓ મેળાના માધ્યમથી લાભાર્થી શોધીને સરકાર હાથો-હાથ પહોંચાડી રહી છે -સાંસદશ્રી મનસુખભાઈ વસાવા

રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં પાંચ તાલુકાના ૧૧૧૪ લાભાર્થીઓને રૂપિયા ૧૫ કરોડની સહાય વિતરણ

શૈશવ રાવ નર્મદા
  • Sep 27 2024 6:31PM
 નર્મદા જિલ્લામાં ૧૪ માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના ૧૬ હજાર કરતાં વધુ લાભાર્થીઓને આવરી લઈ રૂપિયા ૧૫ કરોડ ઉપરાંતના લાભો- સહાય કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી કરાવ્યો હતો. તે પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૧૪ માં તબક્કામાં આગળ ધપાવી રહ્યા છે. આ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સાચા અર્થમાં જે ગરીબોને લાભ મળવા જોઈએ તેને મળી રહ્યા છે. આવો મેળો હોય કે ના હોય જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા સામાન્ય સંજોગોમાં પણ ગરીબો માટેની યોજનાઓ લાભાર્થીઓ શોધીને પહોંચાડી રહ્યાં છે. જે મેળાના માધ્યમથી આપણે સૌ પ્રત્યક્ષ નજર સમક્ષ જોઈ રહ્યા છીએ. સરકાર પારદર્શિતાને મહત્વ આપે છે. પારદર્શિ વહીવટીથી જ અલગ અલગ વિભાગો દ્વારા યોજનાઓનું જિલ્લામાં  ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે. આપણે સૌએ પણ જાણકારીના અભાવે બાકી રહી ગયેલા નાગરિકોને સહાય મળી રહે તે માટે સઘન પ્રયાસો કરવા પડે અને લોકોમાં જાગૃતિ આવે તેવા સતત પ્રયત્ન કરવા જોઈએ. જેથી બીજા લોકોને પણ લાભ સરળતાથી મળે.

નર્મદા જિલ્લામાં પશુપાલકોને આર્થિક બળ પુરુ પાડવા માટે દૂધ મંડળીઓ કાર્યરત છે. પશુપાલનથી મહિલાઓને પૂરક રોજગારી મળી છે. નાના-મોટા ધિરાણ સહાય સાથે સરકારશ્ચીની અનેકવિધ યોજનાઓ અમલી છે જેનો મહત્તમ લાભ લેવા જિલ્લાની જનતાને અનુરોધ કર્યો હતો. 

 જીવનમાં આવનારા મોટા પડકારોનો સામનો કરવા અને સારું જીવન જીવવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી અને મહત્વનું છે. જિલ્લામાં સારૂં ઉચ્ચ શિક્ષણ મેળવી વિદ્યાર્થીઓ પાકશે તો રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજી પરિવાર અને આપણા જિલ્લાનું નામ સારી રીતે રોશન કરી શકશે. પરંતુ તેના માટે પ્રાયમરી શિક્ષણથી જ બાળકો પાછળ યોગ્ય ધ્યાન આપી વાલીઓએ પણ આ બાબતમાં મહેનત કરવી પડશે.  

રાજ્યના ગરીબ વર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વંચિત લોકો સુધી કેન્દ્ર-રાજ્ય સરકારી પ્રજાલક્ષી યોજનાઓનો લાભ એકજ સ્થળ પરથી પહોંચાડવાનો સામૂહિક ઉત્તમ પ્રયાસ એટલે આ ગરીબ કલ્યાણ આ મેળો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને દિશાદર્શન હેઠળ રાજ્ય સરકારે છેવાડાના અંતિમ માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડ્યો છે. એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના લોકોને વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા  લાભો પહોંચાડવામાં આવી રહ્યા છે. આજે આ ગરીબ કલ્યાણ મેળામાં પણ તેમને વિવિધ યોજનાઓના લાભ સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથો હાથ આપવામાં આવી રહ્યાં છે. જેનાથી તેમને આર્થિક સામાજીક રીતે લાભ થશે અને જીવનમાં સુખાકારી ખુશાલી આવશે તેવી મને આશા છે.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી આ ગરીબ કલ્યાણ મેળાની પ્રથમ શરૂઆત કરવામાં આવી હતી. અને સરકાર દ્વારા સતત તેને ચાલુ રાખીને ગરીબોને ૧૪ માં તબક્કાના લાભ આપવાની પરંપરા આજે પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડીસા ખાતે  વિવિધ લોકાર્પણ અને સહાય મેળામાં આપવામાં આવી છે. તેજ બતાવે છે કે, લોકોના ઉત્થાન માટે સરકાર કટિબધ્ધ છે અને વચેટીયાને નાબુદ કરીને સરકાર દ્વારા સીધા લાભ લાભાર્થીને બેંક ખાતા દ્વારા ડીબીટીના માધ્યમથી આપવામાં આવી રહ્યાં છે. લાભાર્થીને શોધીને તેના હક્કનું તેને આપવામાં આવી રહ્યું છે તેનાથી તેના વ્યવસાયમાં ફેરફાર આવે નોંધારાનો આધાર એટલે ગરીબ કલ્યાણ મેળા, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મહાનુભાવોના હસ્તે આજે રાજપીપળામાં લાભોનું વિતરણ કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રની ભરપુર પોટેન્સ્યાલીટી સંભાવના રહેલી છે અને તેના થકી ગ્રામીણ લોકોને રોજગારી મળવાની પણ સંભાવના રહેલી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબની આપણા જિલ્લામાં છે સાથો-સાથ ગાઢ જંગલો પણ મોટા પ્રમાણમાં છે જે આપણું ગૌરવ છે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળીને ઉત્પાદિત ખેતપેદાશોમાંથી સારી આવક મેળવી શકે તેવી પોટેન્સ્યાલીટી રહેલી છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહભાઈ તડવીએ પ્રાસંગિક ઉદબોધન કરી સરકારના આ ગરીબ કલ્યાણ મેળાની સરાહના કરી હતી. જ્યારે નાંદોદના ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળા થકી લોકોને પગભર બનવા આત્મનિર્ભર થવા માટે આ સહાય ખૂબ ઉપયોગી નિવડશે. અને શહેર તરફની દોટ ઓછી થશે અને ગામડામાં જ લોકોને રોજગારી મળશે. ગામડા તૂટતા બચશે અને સમૃદ્ધ બનશે. પ્રધાનમંત્રીશ્રીના “સ્વચ્છ ભારત મિશન” અને “એક પેડ માં કે નામ” અભિયાનમાં જોડાઈને પર્યાવરણની જાળવણી તથા પ્રાકૃતિક ખેતી તરફ વળીને રોજગારીનું સર્જન કરવા હિમાયત કરી હતી. સરકાર તમારા ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે. ગરીબોની બેલી આ સરકાર છેવાડાના માનવીને મુખ્યધારામાં લાવવાનો સઘન પ્રયાસ કરી રહી છે.

આ ગરીબ કલ્યાણ મેળામાં આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY, કુંવરબાઈનું મામેરૂ યોજના માટે નાણાંકીય સહાય વ્યક્તિગત તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના, માનવ કલ્યાણ યોજના, સ્વામિત્વ યોજના, માનવ ગરીમા યોજના, દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય યોજના, દિવ્યાંગ વ્યક્તિઓને બસમાં મફત મુસાફરી તેમજ દિવ્યાંગ જનોને સાધન સહાય તથા મુખ્યમંત્રી પાલક માતા-પિતા યોજના, બાળ સેવા યોજનાની દિકરીને લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના સહાય, ડૉ. આંબેક્ટર આવાસ યોજના, જેવી યોજનાનો લાભ આપવા સાથે વ્યક્તિગત તેમજ સામૂહિક યોજનાના સખી મંડળ સંઘને રિવોલ્વિંગ ફંડની સહાય સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતાં. 

નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, ડેડિયાપાડા-સાગબારા અને તિલકવાડા તાલુકાના મળી પાંચ તાલુકાના ૧૧૧૪ લાભાર્થીઓને આજના ગરીબ કલ્યાણ મેળામાં લાભ આપવામાં આવ્યા હતાં. 

ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓની ડેટા એન્ટ્રી પોર્ટલ પર કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં ૧૬૩૧૭ લાભાર્થીઓ નોંધવામાં આવ્યા હતા જેમને કુલ રૂપિયા ૧૫ કરોડ ઉપરાંતના લાભો આજે આ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી આપવામાં આવ્યા હતાં. જેમાં ૧૦ હજારથી વધુ પુરૂષો અને પાંચ હજાર ઉપરાંત મહિલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતાં. જે પૈકીના ૧૪ હજાર કરતા વધુ તો અનુસૂચિત જનજાતિનાં આદિજાતિ લાભાર્થીઓનો સમાવેશ થાય છે સાથે અન્ય જાતિના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતાં. ગરીબોના ચહેરા પર સ્મીત-ખુશી છલકાઈ રહી હતી. 

સ્ટેજ પરથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પાંચ હજારથી લઇ પુરેપુરી રકમની સહાય તેમજ રૂપિયા ૯ લાખ સુધીના લાભો મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતાં. જેમાં બાથરૂમ બાંધકામ સહાય, મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, કેશ ક્રેડીટ લોન, રિવોલ્વીંગ ફંડ અને અન્ય સહાયનો સમાવેશ થાય છે.

ગરીબ કલ્યાણ મેળામાં ૧૬ જેટલા વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં હતાં અને તે સ્ટોલ પરથી યોજનાકીય જાણકારી અને કિટ-સહાય આપવામાં આવી હતી. અને મહાનુભાવો દ્વારા ઉભા કરાયેલા સ્ટોલનું નિરીક્ષણ કરી મુલાકાત લીધી હતી. 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને લાભાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી ભૂમિકા રાઉલે આભારદર્શન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી રશ્મિતાબેન વસાવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી મમતાબેન વસાવા, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ માકતાભાઈ વસાવા, જિલ્લા કલેકટર  એસ. કે. મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, મદદનીશ કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાગર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, જિલ્લાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार