सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત રાજ્યના ઓઇલ મીલો અને તેના માલિકો પર નીતિન પટેલનો મોટો આરોપ

1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

Jashu Bhai Solanki
  • Oct 2 2024 10:53AM
રાજ્યના ઓઇલ માલરો પર હવે સંકટ આવી શકે છે, રાજ્યના પૂર્વ ડે.મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રાજ્યમાં ચાલી રહેલા ઓઇલ મીલો અને તેના માલિકો પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. નીતિન પટેલનો આરોપ છે કે રાજ્યમાં 1 હજાર ઓઇલ મીલરો ભેળસેળ કરી રહ્યા છે. જો આવુ જ ચાલતુ રહેશે તો હુ બધા ગોડાઉન સીલ કરાવી દઇશ. 

લાંબા સમય બાદ ગુજરાતના પૂર્વ ડે.મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવ્યા છે, આ વખતે કોઇ રાજકીય નહીં પરંતુ ઓઇલ મીલરો પર નિશાન સાધ્યુ છે. નીતિન પટેલે તાજેતરમાં જ ઓઇલ મીલરો પર સીધો હુમલો કરતાં કહ્યું કે, રાજ્યમાં ઓઇલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. 

તાજેતરમાં જ કપાસિયા તેલ બનાવતી મીલોને લઈને નીતિન પટેલે મોટો ભાંડાફોડ કર્યો છે, ગુજરાત કોટન એસો.ની 26મી સામાન્ય સભામાં નીતિન પટેલનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. નીતિન પટેલે આરોપ લગાવતા કહ્યું કે, રાજ્યમાં 1 હજારમાંથી 600 ઓઈલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. કપાસિયા ખોળમાં થતી ભેળસેળને નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યુ છે, તેમને ઓઇલ મીલરોની મીલિભગતનો પર્દાફાશ કર્યો છે. તેમને કહ્યું કે, જાહેરમાં નહીં બોલુ તમે બધા જ જાણો. ઐસે નહીં ચલેગા, વરના મે ક્યા કરૂંગા સમજલો, સરકાર સે સીલ લગવા દુંગા સબ ગૉડાઉન કો, ફીર ઈસમે કિસી કી નહીં ચલેંગી, કિસી કો ભી નુકસાન હો એસા ગલત નહીં કરના. લાંબા સમય બાદ નીતિન પટેલના નિવેદન બાદ ફરી એકવાર રાજ્યમાં રાજકીય ગરમાવો આવી શકે છે. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार