सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Bhai Dooj 2024: દિવાળીના પાંચ દિવસીય ઉત્સવનો છેલ્લો દિવસ એટલે ભાઇ બીજ, જાણો અહી ભાઇ બીજ પૂજા વિધીનું શુભ મુહૂર્ત

દીપ ઉત્સવના પાંચ દિવસીય ઉત્સવના છેલ્લા દિવસે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં 3જી નવેમ્બરે ભાઈ બીજની ઉજવણી શુભ યોગમાં થશે. આવો જાણીએ આ દિવસે બનનાર શુભ યોગ વિશે.

Jashu Bhai Solanki
  • Nov 3 2024 10:17AM

દિવાળી પછી ભાઇ બીજ તહેવાર ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. હિન્દુ કેલેનડર મુજબ, ભાઇ બીજ તહેવાર દર વર્ષે કારતક મહિલાની શુક્લ પક્ષની બીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઇને તિલક લગાવે છે. અને તેમના જીવનમાં સુખ અને શાંતિ તેમજ સમૃદ્ધીના કામના કરે છે. આજના દિવસે સવારે 11.39 વાગ્યા સુધી સૌભાગ્ય યોગ રહેશે. 

આ પછી શોભન યોગ શરૂ થશે. ભાઈ બીજના દિવસે બહેનો તેમના ભાઈઓને ઘરે બોલાવીને ભોજન કરાવે છે અને તેમને તિલક કરીને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈઓ પણ તેમની બહેનોને ભેટ આપે છે અને સુખી લગ્ન જીવન માટે આશીર્વાદ આપે છે. ભાઈ બીજનો તહેવાર ભાઈ દૂજ, ભૈયા દૂજ, ભાઈ ટીકા, યમ દ્વિતિયા, ભ્રાત્રી દ્વિતિયા જેવા ઘણા નામોથી ઓળખાય છે. તે યમ દ્વિતિયા, ભાઉ બીજ, ભત્રુ દ્વિતિયા વગેરે નામોથી ઓળખાય છે. પાંચ દિવસીય તહેવારની આજે સમાપ્તી થાય છે. 

ભાઈ બીજ
કારતક માસની દ્વિતિયા તિથિ 2જી નવેમ્બરે રાત્રે 8:22 કલાકે શરૂ થશે અને કારતક દ્વિતિયા તિથિ 3જી નવેમ્બરે રાત્રે 10:06 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં ઉદયાતિથિ પ્રમાણે 3જી નવેમ્બરે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે સવારે 11.39 વાગ્યા સુધી સૌભાગ્ય યોગ રહેશે. આ પછી શોભન યોગ શરૂ થશે. તેથી, ભાઈ બીજના દિવસે પૂજા માટે શ્રેષ્ઠ સમય 11:45 મિનિટનો રહેશે.

યમુના અને યમરાજની પૂજાનું મહત્વ
પ્રચલિત કથાઓ અનુસાર, એકવાર યમરાજ પોતાની બહેન યમુનાને મળવા પૃથ્વી પર આવ્યા હતા. તે દિવસે કારતક માસના શુક્લ પક્ષની બીજે હોય છે. પોતાના ભાઈને આવતા જોઈને યમુનાએ તેને ભોજન પીરસ્યું અને તિલક લગાવીને તેનું સન્માન કર્યું. પોતાની બહેનનો પ્રેમ જોઈને યમરાજે કહ્યું કે જે કોઈ આ તિથિએ યમુનામાં સ્નાન કરીને યમની પૂજા કરશે, તેને મૃત્યુ પછી યમલોકનો ત્રાસ સહન કરવો પડશે નહીં. ત્યારથી કારતક માસના શુક્લ પક્ષના બીજા દિવસે યમુના નદીમાં સ્નાન કરીને યમરાજની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે યમરાજને પ્રસન્ન કરવાથી ઉપાસકની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार