બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક કૃષિને અપનાવીને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે ખેડૂત કુરશીભાઈ
"સરકારની સહાયથી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કરીને બાગાયતી પાકોનું વાવેતર કર્યું"
ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે. બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, વાફસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પધ્ધતિને અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા મોટા ગામના ખેડૂત કુરશીભાઈ હરિભાઈ ખાભલીયા છેલ્લા દસ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલ્યાં છે. તેઓ જણાવે છે કે, તેઓ સૌપ્રથમ આત્મા યોજનાના ગ્રુપમાં જોડાયા હતા અને આત્મા વિભાગ બનાસકાંઠા દ્વારા લેવામાં આવતી વિવિધ મિટિંગમાં હાજરી આપતા હતા. તેઓ રાજ્ય બહાર પ્રેરણા પ્રવાસમાં પણ ગયા હતા અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી હતી.
તેમણે પોતાના ખેતરમાં સરકારની સહાયથી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કર્યું છે જેમાં તેઓ આંબા,ચીકુ, જામફળ, ખારેક, સંતરા, મોસંબી, લીંબુ, સરગવો, ફાલ સાજેવા જેવા જુદા જુદા બાગાયતી પાકોનું વાવેતર કરીને અઢળક ઉત્પાદન મેળવે છે. સારું બજાર મળતા અને ના બરાબરના ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિથી તેઓ આર્થિક સધ્ધર બન્યા છે. તેમણે દેશી ગાય નિભાવ યોજના હેઠળ પણ સહાય મેળવી છે. આ સાથે તેઓ ધાન્ય અને શાકભાજીનું પણ વાવેતર કરે છે. તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત આચ્છાદન, દશપર્ની અર્ક, નિમાસ્ત્ર અને ખાટી છાસના ઉપયોગ થકી ખેતી કરે છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प