सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા પોલીસનું ગૌરવ

પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેક્ટરને ઉત્કૃષ્ટ કામગીરી માટે રાજ્યના પાટનગરમાં આવેલ પોલીસ એકેડમીમાં DGPના હસ્તે સન્માનિત કરાયા

કામાક્ષી પ્રચેત મેહતા
  • Aug 1 2024 4:13PM
ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા જિલ્લામાં ક્રાઈમ રેસ્યો ઘટાડવા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ક્રાઈમ ડિટેક્શનની કામગીરીથી અનેક કેસો પણ ઉકેલવામાં આવી રહ્યા છે. પોલીસના ટેકનીકલ અને હ્યુમન સોર્સ પણ એટલા જ મજબૂત હોવાથી સમગ્ર જિલ્લામાં ક્રાઈમ અંકુશમાં આવ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેક્ટરને રાજ્યના પાટનગર ખાતે આવેલ પોલીસ એકેડમીમાં DGPના હસ્તે સન્માનિત કરાયા હતા.


ખેડા જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર અશોકકુમાર જગદંબાપ્રસાદ તિવારી કે જેમણે વર્ષ 2023ની અંદર સમગ્ર જિલ્લામાં પોતાની ફરજમાં પારદર્શકતા રાખી પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરી હતી. જે સેવાઓ બદલ  'DGP's Commendation Disc-2023 માટે પ્રમાણપત્ર અને ડી.જી.પી. ડિસ્ક એનાયત કરાયુ હતું. રાજ્ય પોલીસ વિભાગના DGP વિકાશ શાહના હસ્તે આ પ્રમાણપત્ર અને ડી.જી.પી. ડિસ્ક એનાયત કરાયું હતું. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલ કરાઈ પોલીસ એકેડમીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.


આ ગૌરવની ક્ષણ હોવાથી સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ગૌરવની લાગણી પ્રસરી છે. આ સાથે સાથે પ્રમાણપત્ર અને ડી.જી.પી. ડિસ્ક મેળવનાર વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર અશોકકુમાર જગદંબાપ્રસાદ તિવારીને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા સહિત ડીવાયએસપી વી.આર.બજપાઈ તેમજ સમગ્ર જિલ્લા પોલીસ વિભાગનુ નામ રોશન કર્યું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार