सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન હવે પીઆઈનું કરી દેવાશે

પોલીસ સ્ટેશનમાં 80 થી 100 નો સ્ટાફ થઈ જશે

સુરેશ પારેખ
  • Jul 30 2024 6:42PM
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ ગ્રામ્ય, માતર, ચકલાસી, સેવાલિયા સહિત રાજ્યના 200 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને પીઆઈ ની નિમણૂંક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરીને જ્યાં પણ પીએસઆઈના તાબા હેઠળના પોલીસ સ્ટેશન હતાં, તે પીઆઈના કરી દેવા સરકારે કવાયત શરૂ કરી હતી. જેના ભાગરૂપે અગાઉ 200 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને પીઆઈના કરી દેવાયા હતાં. જ્યારે બાકી રહેલા 200 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરીને ત્યાં પીઆઈની નિમણૂંક કરવા ગૃહ વિભાગે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે માટે 200 પીઆઈ, 300 પીએસઆઈ અને 374 એએસઆઈ મળીને 874 નવી ભરતી માટેની તૈયારી શરૂ કરી દેવાઈ છે. જેના માટે ગૃહ વિભાગે રૂ.69.08 કરોડ ફાળવ્યા છે. જેથી હવે ગુજરાતનું એક પણ પોલીસ સ્ટેશન પીએસઆઈ નહીં ચલાવે, દરેક પોલીસ સ્ટેશન પીઆઈના તાબા હેઠળ જ રહેશે.
પોલીસ અધિકારીઓનું કહેવુ છે કે, જ્યાં પણ પીએસઆઈના તાબા હેઠળના પોલીસ સ્ટેશન છે ત્યાં 3 થી 4 પોલીસ સ્ટેશનની ઉપર સર્કલ પીઆઈ હોય છે. જેથી ખૂન, ખૂનની કોશિષ, આઈટી એકટ, પ્રોકસો સહિતની કલમ હેઠળ નોંધાયેલા ગુનાઓની તપાસ પીઆઈ કક્ષાના અધિકારીને કરવાની હોવાથી તે તપાસ સર્કલ પીઆઈને સોંપવામાં આવે છે. પરંતુ તેમના તાબા હેઠળ 3 થી 4 પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવતો હોવાથી તેઓ આવી તપાસો યોગ્ય રીતે કરી શકતા ન હતાં.
જેથી ગૃહ વિભાગે રાજ્યના તમામ પોલીસ સ્ટેશન પીઆઈના તાબા હેઠળના કરી દેવાની જાહેરાત કરી હતી. જેમાં 400 પોલીસ સ્ટેશન પીએસઆઈના તાબા હેઠળના હતાં. તેમાંથી 200 અગાઉ પીઆઈના તાબા હેઠળના દેવાયા હતા. જ્યારે બાકી રહેલા 200 પોલીસ સ્ટેશનોમાં પીઆઈને પોસ્ટીંગ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

કેસની તપાસ ઝડપથી પૂરી કરવામાં મદદ મળશે

પીઆઈના તાબા હેઠળનું પોલીસ સ્ટેશન હોવાથી ગંભીર ગુનાઓની તપાસ પીઆઈ જાતે કરે તો યોગ્ય રીતે જલ્દી તપાસ પૂરી કરી શકાશે. જેના કારણે વધારે લોકોને જલ્દી ન્યાય અપાવી શકાશે. જ્યારે કલેકટર તેમજ અન્ય સરકારી કચેરીઓમાં પીઆઈ કક્ષાના અધિકારી લાયઝનિંગ પણ સારી રીતે કરી શકશે.

દરેક પોલીસ સ્ટેશનમાં 80 થી 100 નો સ્ટાફ થઈ જશે

હાલમાં પીએસઆઈના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કર્મચારીઓ મળીને 30 થી 50 પોલીસનો સ્ટાફ છે. જ્યારે પોલીસ સ્ટેશન પીઆઈના તાબા હેઠળનું થશે એટલે ત્યાં ડિસ્ટાફ પીએસઆઈ મુકાશે તેમજ ચોકીઓ બનશે તો ત્યાં પણ પીએસઆઈ મુકવામાં આવશે. જેથી તે પોલીસ સ્ટેશનોમાં પીઆઈ, 3 થી 4 પીએસઆઈ,તેમના હાથ નીચે એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ મળીને 80 થી 100નો સ્ટાફ થઈ જશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार