सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઈઝરાયલી સેના દ્વારા ગાઝામાં મોટી કાર્યવાહી, મસ્જિદ પર કરી એર સ્ટ્રાઇક, 18ના મોત

હુમલો એટલો ભીષણ હતો કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. હાલ ગાઝાની સ્થિતિ ખૂબ જ નાજુક છે.

Jashu Bhai Solanki
  • Oct 6 2024 2:26PM

ઇઝરાયલ હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને એક વર્ષ પુરુ થવા આવ્યુ છે. તેના એક દિવસ આગાઉ જ ઇઝરાયલી સેનાએ ગાઝામાં એર સ્ટ્રાઇક કરી છે. જેમાં 18 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. ઇઝરાયલે ફરી એક વાર ગાઝામાં એર સ્ટ્રાઇક કરી છે, ઇઝરાયલની સેનાએ આજે વહેલી સવારે ગાઝાની એક મસ્જિદમાં એર સ્ટ્રાઇક કરી હતી. જેમા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. જ્યારે 12 જેટલા લોકો ઘાયલ થયા છે. 

હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા 
મધ્ય ગાઝા પટ્ટીમાં ડેર અલ-બલાહમાં અલ અક્સા હોસ્પિટલ પાસે સ્થિત મસ્જિદ પરનો હુમલો ખુબ જ ભીષણ હતો. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. કારણ કો મસ્જિદનો ઉપયોગ લોકોને રહેવા માટે કરવામાં આવતો હતો. ઇઝરાયલી સેના દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તેણે હમાસના આતંકવાદીઓ સામે ચોક્સાઇપુર્વક સ્ટ્રાઇક શરુ કરી હતી.  દેર અલ-બલાહ વિસ્તારમાં શુહાદા અલ-અક્સા મસ્જિદ અને તેની અંદર હમાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું સંચાલન કરી રહ્યા હતા.

ગાઝા અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધ્યો
ગાઝાની સ્થિતિ ખૂબ જ નાજુક છે, જ્યાં એક તરફ યુદ્ધવિરામ માટે પ્રયાસો થઈ રહ્યા છે તો બીજી તરફ પોલિયો અભિયાન જેવી માનવતાવાદી સહાય પણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં ગાઝા અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. હજારો ઈઝરાયલ નાગરીકોને મોતને ઘાટ ઉતાર્યા અને બંધક બનાવ્યા બાદથી ઈઝરાયલે હમાસ વિરુદ્ધ અભિયાન તેજ કર્યું છે.

 7 ઓક્ટોબરના રોજ સંઘર્ષ શરૂ થયો હતોઇઝરાયલ-પેલેસ્ટિનિયન દાયકાઓ જૂનો સંઘર્ષ ફરી શરૂ થયો જ્યારે હમાસના આતંકવાદીઓએ 7 ઓક્ટોબર, 2023ના રોજ દક્ષિણ ઇઝરાયલ પર હુમલો કર્યો, જેમાં 1,200 લોકો માર્યા ગયા. આ દરમિયાન હમાસે લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા. આ પછી ગાઝા પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં હજારો લોકોના મોત થયા હતા. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, ગાઝા પર ઈઝરાયલના ત્યારબાદના સૈન્ય હુમલામાં અંદાજે 42,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જેના કારણે 23 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार