सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ : વ્યાજખોરીના ત્રાસ અંગે જાગૃતિ લાવવા માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર કાર્યક્રમ યોજાયો

જો કોઈ આવા વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલ હોય તો કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરી યોગ્ય મદદ મેળવવા માટે અપીલ કરી.

યેશા શાહ
  • Jun 29 2024 6:33PM
નડિયાદ ખાતે આવેલ બ્રહ્મા કુમારી સંકુલ ખાતે આજે ખેડા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના અધ્યક્ષતામાં વ્યાજખોરિના ત્રાસ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટેના આશપથી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણા ધિરાણ કરી સામાન્ય પ્રજાજનોને ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકનાર અસામાજીક તત્વો વિરુદ્ધ, કાર્યવાહી કરવાની ઝુંબેશના ભાગરૂપે ભોગ બનનાર જરૂરીયાતમંદ સામાન્ય પ્રજાજનોને પોતાના ધંધા/ રોજગાર ચલાવવા માટે લોન કયાથી મેળવવી ? અને તેની પ્રક્રિયાના જ્ઞાનના અભાવને કારણે વ્યાજખોરોની જાડમા ફસાઈ જતા હોય છે.

આવી પરિસ્થિતિ ટાળવા સારું તેમજ સામાન્ય પ્રજાને ગુજરાત નાણા વિરધાર અધિનીયમ- ૨૦૧૧" અન્વવે જાગૃત્તિ લાવવા તા.૨૮/૦૬/૨૦૨૪ના રોજ નડિયાદ બ્રહ્માકુમારી સંકુલ, મહાગુજરાત સર્કલ, નડીયાદ ખાતે ખેડા જીલ્લા પોલીસ તંત્ર દ્વારા તેમજ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાષ્ટ્રીયકૃત બેંકો / સહકારી બેંકોના સંકલનમાં લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા એ ઉપસ્થિતોને ગુજરાત નાણા વિસ્તાર અધિનીયમ-૨૦૧૧" ની સમજ આપી અને અનિયંત્રીત અને ઉંચા વ્યાજદર વસુલ કરતા હોય તેવા ઇસમો પાસેથી ધિરાણ લેવાને બદલે વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા માટે પ્રજાજનોને અપીલ કરેલ, અને જો કોઈ આવા વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલ હોય તો કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરી યોગ્ય મદદ મેળવવા માટે અપીલ કરી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार