सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે તાપી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

કલ્યાણકારી મેળાઓ યોજી આર્થિક અસમાનતાને દૂર કરવાની સરકારની નેમ છે: રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા

વિકાસ શાહ
  • Sep 27 2024 5:53PM

ગુજરાતમાં નાગરિકોને જન સુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ૧૪મો જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો  આજરોજ  વ્યારા  ખાતે શુભારંભ કરવામાં આવ્યો. 

તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938  લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓ દ્વારા કુલ રૂ.748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કરી આ મેળાનો પ્રારંભ થયો. 

મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું. 

જિલ્લા પંચાયતના ઓડિટોરિયમ ખાતે બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું.


આ ગરીબ કલ્યાણ મેળાના સ્થળે સમાજ સુરક્ષા કચેરી દ્વારા કેમ્પ, મહેસૂલ તથા પુરવઠા શાખા, મહિલા અને બાળ વિકાસ શાખા, લીડ બેંક, શહેરી વિકાસ, વાસ્મો, બાગાયત અને આત્મા શાખા, સામાજિક વન વિભાગ, પશુપાલન અને ખેતીવાડી શાખા તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિત સ્ટોલ મારફતે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ બાદ પ્રદર્શિત કરાયેલા વિવિધ વિભાગોના સ્ટોલની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. 

આ ગરીબકલ્યાણ મેળામાં ધારાસભ્યો મોહનભાઈ કોંકણી,  ડો. જયરામભાઈ ગામિત, મોહનભાઈ ઢોડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંગ વસાવા, પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ, પ્રાંત અધિકારીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ અને વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार