सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

આજે દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન

Jashu Bhai Solanki
  • Sep 29 2024 11:28AM
આજે રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઘણા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ, તો કેટલાક જિલ્લાના છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદ વરસી શકે છે.

ઉત્તર ગુજરાતના છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ  વરસી શકે છે.

મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે વરસાદ વરસી શકે છે

દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં પણ મોસમનો મિજાજ બદલાય શકે છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

કચ્છ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્રણેય સંઘ પ્રદેશોમાં વરસાદની આગાહીને પગલે સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર છે.

ચોમાસાની સિઝનમાં કેટલા ડેમ થયા ઓવરફ્લો
ચોમાસાની વિદાય સમયે વરસેલા વરસાદથી રાજ્યના 206 પૈકી 122 જળાશયો  ઓવરફ્લો થયા છે.. કચ્છ-સૌરાષ્ટ્રના 100 જળાશયો છલોછલ.. તો મધ્ય ગુજરાતના 10, દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ જળાશયો સંપૂર્ણ ભરાયા છે.

પાણીની ભરપૂર આવકથી રાજ્યના 178 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 158 ડેમ હાઈએલર્ટ.. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા આઠ ડેમ વોર્નિંગ પર  છે.

ચોમાસાની સિઝનમાં કેટલો વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 134.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 184.86 ટકા ખાબક્યો  છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 142.12 ટકા વરસાદ વરસ્યો છે.ચોમાસાની સિઝનનો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 138.85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો 130.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 113.07 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार