सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય, બદલીના નવા નિયમો જાહેર કર્યા, જાણો અહીં સંપુર્ણ માહિતી

મદદનીશ શિક્ષકે પોતાની મુળ નિમણુંકના જિલ્લા કચેરી મારફતે અરજી કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

Jashu Bhai Solanki
  • Nov 13 2024 9:30AM

રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર ઓછામાં ઓછી  2 વર્ષની સેવા પૂર્ણ કરેલ હોવી જોઇએ. ત્યાર બાદ જ જિલ્લા ફેરબદલી માટે અરજી કરી શકશે. જિલ્લા ફેરબદલીની જોગવાઇ ઓનલાઇન સોફ્ટવેર માધ્યમથી કરવાની રહેશે, 

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શિક્ષણ સહાયક પોતાની મુળ નિમણુંકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અરજી શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને કમિશ્નર શાળાઓની કચેરીઓમાં મોકલવાનીવ રહેશે. તેમજ પહેલા સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે.

વિધવા,વિધુર,ત્યક્તાના કિસ્સામાં તેઓએ વિધવા,વિધુર હોવા અંગેનું તથા પુન:લગ્ન ન કરેલ હોવા અંગેનું સ્વ-ઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે. અસાધ્ય તથા ગંભીર રોગો,બિમારીઓના કિસ્સામાં જિલ્લા આંતરિક,જિલ્લા ફેર-બદલીઓ કરવાની સત્તા ફક્ત સરકાર કક્ષાએ રહેશે અને તે માટે તબીબી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ અસાધ્ય તથા ગંભીર રોગો ધ્યાને લેવામાં આવે છે. આ જિલ્લા ફેર-બદલીનો લાભ શિક્ષણ સહાયક,મદદનીશ શિક્ષકને બે વાર મળવાપાત્ર રહેશે. શિક્ષકોને પ્રતિ-નિયુક્તિથી અન્ય જગ્યાએ સેવા બજાવવા માટે હુકમ કરવાની સત્તા સરકારની રહેશે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार