सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Canada: કેનેડાના બ્રૈમ્પ્ટનમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા મામલે મોટી કાર્યવાહી, ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ

આ પહેલા પણ ખાલિસ્તાનીઓ દ્વારા કેનેડામાં હિન્દુ મંદિરોને અનેક વાર નિશાન બનાવવામાં આવ્યા છે.

Jashu Bhai Solanki
  • Nov 5 2024 1:10PM

કેનેડાના બ્રૈમ્પ્ટનમાં આવેલ હિન્દુ સભા મંદિરમાં શ્રદ્ધાળુંઓ પર ખાલિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત મંદિર બહાર ખાલિસ્તાનીઓના વિરોધમાં ભાગ લેનાર પોલીસકર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ત્રણેય આરોપીઓને બ્રૈમ્પ્ટનમાં ઓન્ટારિયો કોર્ટ ઓફ જસ્ટિસ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલ પોલીસકર્મીની ઓળખ હરિન્દર સોહી તરીકે થઇ છે. તે ખાલિસ્તાનનો ઝંડો પકડીને કેમેરામાં કેદ થયો હતો. સોબી પીલ રિજનલ પોલીસમાં સાર્જન્ટ તરીકે તૈનાત હતો.

પીએમ મોદીએ કેનેડામાં થયેલા હિમલાની નિંદા કરી 
આ ધટના પ્રથમ નથી, જ્યારે ખાલીસ્તાનીઓ કેનેડામાં હિન્દુ મંદિર અને હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા છે, અગાઉ જુલાઇમાં કેનેડાના આલ્બાર્ટા પ્રાંતમાં એક હિન્દુ મંદિરમાં તોટફોડ કરવામાં આવી હતી. અને તેમની દિવાલો પર હિન્દુ વિરોધી સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા હતા. 23 જુલાઇ 2024ના રોજ સવારે એડમોન્ટનમાં બાપ્સ મંદિરના બહારના ભાગમાં કલર સ્પ્રે દ્વારા હિન્દુ વિરોધી સુત્રો લખવામાં આવ્યા હતા.

મંદિરના મેનેજમેન્ટે એડમન્ટન પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય-કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યને નિશાન બનાવીને મંદિરની દિવાલો પર 'હિન્દુ આતંકવાદીઓ' શબ્દો લખવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2022 પછી આ ચોથી વખત બન્યું હતું અગાઉ ટોરોન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિર સપ્ટેમ્બર 2022માં ખાલિસ્તાન તરફી ચિત્રો અને સૂત્રોથી રંગવામાં આવ્યું હતું.

ગયા વર્ષે એપ્રિલમાં ઑન્ટારિયોમાં વિન્ડસર BAPS મંદિરને પણ આ જ રીતે નિશાન બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ ઓગસ્ટ 2023માં મેટ્રો વાનકુવર વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ સંસ્થાના મંદિરને પણ નિશાન બનાવાયું હતું. 2022થી કેનેડામાં 20થી વધુ હિન્દુ મંદિરોને સમાન રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. કેનેડિયન પોલીસ હજુ સુધી આ ઘટનાઓ પાછળના લોકોની ઓળખ કરી શકી નથી.      


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार