सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વાલોડના ગણેશજી મંદિરે એકલ અભિયાન સમિતિ ગુજરાત સંભાગ અને એકલ અભિયાન સમિતિ વાલોડ આયોજિત શ્રી રામકથા નું આયોજન કરવામાં આવ્યું હતું..

આ કથા નું આયોજન 19 સપ્ટેમ્બર થી 28 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યું હતું..

વિકાસ શાહ
  • Sep 28 2024 6:26PM
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે આવેલ ઐતિહાસિક રિદ્ધિ સિદ્ધિ ગણેશજી ના મંદિરના સાનિધ્યમાં શ્રી રામકથા યોજાય હતી..

એકલ અભિયાન અંતર્ગત શ્રી હરિ કથાકાર પ્રસાર ગુજરાત સંભાગ અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી પ્રશિક્ષિત વ્યાસ કથાકાર ભાઈ બહેનોનું વ્યાસ દક્ષતા (અભ્યાસ) વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

વ્યાસપીઠ પરથી કથાકાર ના મુખારવિંદ માંથી રોજ સવારે રામચરિત માનસ નવહાણ પારાયણ સવારે 9:00 થી 12:30 અને શ્રી રામકથાનો સમય સાંજે 5 થી 8 કલાક રાખવામાં આવ્યો હતો. 

કથામાં પધારેલ કથાકારો દ્વારા ગામમાં સવારે પ્રભાત ફેરી પણ કરવામાં આવતી હતી અને સમગ્ર  વાલોડ નગરનું વાતાવરણ ભક્તિમય બની રહ્યું હતું.

કથા દરમિયાન યોગનું પણ શિક્ષણ આપવામાં આવ્યું હતું અને યોગનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 

શ્રી રામ કથા પૂર્ણાહુતિ ના રોજ સત્યવાન મહારાજ ( શ્રી હરિ કથા પ્રસાદ યોજના કેન્દ્રીય સાધક પ્રમુખ) તથા  મૂળજીભાઈ મહારાજ ( ગુજરાત સંભાગ વ્યાસ પ્રમુખ)  નાઓ દ્વારા એકલ અભિયાન વિશે અને હિન્દુ સમાજ માટે કથાનું મહત્વ શું છે એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું  હતું. 

આજરોજ એકલ અભિયાન અંતર્ગત વ્યાસ દક્ષતા વર્ગ તથા રામકથાનું સમાપન ના દિવસે સવારે હવન કરવામાં આવ્યો હતો અને અંતમાં ભારત માતાની આરતી કરીને સૌ કોઈ છૂટા પડ્યા હતા. 

સમગ્ર કથા દરમિયાન ભોજન ની વ્યવસ્થા અમર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી જેમાં વાલોડ નગરજનોએ ખૂબ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. 

રોજ સવાર સાંજ જમવા માટે ઘરે-ઘરે થી રોટલી બનાવી તથા સ્થળ સુધી પહોંચાડવામાં આવતી હતી અને આ રામ રોટી માટે નગરજનો ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार