सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજના 20 વર્ષના યુવાનને ભારત વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત

42 ગામ કડવા પાટીદાર સમાજ કપડવંજનું ગૌરવ

સુરેશ પારેખ
  • Jun 26 2024 6:18PM

કપડવંજ તાલુકાના તોરણા ગામના વતની, માત્ર 20 વર્ષના જ સાહસિક ઉદ્યોગપતિ શ્રેયાન જીમીતભાઈ પટેલે શ્રેષ્ઠ કંપનીનું સફળ સંચાલન કરવા બદલ નેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા ભારત વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરી 42 ગામ કડવા પાટીદાર સમાજ કપડવંજનું ગૌરવ વધાર્યું છે. 

તેમની જુસ્સાદાર પ્રતિબદ્ધતા અને સ્ટાર્ટઅપ અને બિઝનેસના ક્ષેત્રમાં સમાજ પ્રત્યેના યોગદાન માટે તેઓની મહેનતની કદર કરી અને ઇનસાઇટએક્સ મીડિયા LLP દ્વારા પ્રસ્તુત નેશનલ બુક ઑફ રેકોર્ડના સર્વોચ્ચ પ્રશંસા પુરસ્કારથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે.

અમદાવાદ ઇસ્કોન મંદિર પાસે કંપની ધરાવતા ભારતભરની 20 નામાંકિત કંપનીમાંથી પસંદગી પામીને આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે અને તેમની આ સિદ્ધિ બદલ 42 ગામ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા છે. 

આજે જ્યારે સમગ્ર દેશના યુવાનો નોકરીની ઘેલછા પાછળ દોડી રહ્યા છે તેવા સંજોગોમાં શ્રેયાન પટેલની આ સિદ્ધિ તેમના સૌના માટે પ્રેરણાદાઈ બની રહી છે. ગૌરવવંતા પિતા જીમિતભાઈ તથા માતા ડિમ્પલબેન પટેલના સુપુત્ર શ્રેયન પટેલે ભારત સરકારના આ લબ્ધ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે પ્રશંસાને પાત્ર છે. આવતીકાલે તા.27 જૂનના રોજ આશીર્વાદ સોસાયટી કપડવંજ ખાતે તેઓનો સન્માન સમારોહ યોજનાર છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार