સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અને સચિન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ગૌશાળા ચાલતી હોવાની ચર્ચાઓ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ખુલાસો કરવામાં આવ્યો
વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું છે કે આ બંને જગ્યાઓ પર ચાલતી ગૌશાળાઓ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત નથી અમારે બંને ગૌશાળાઓ અંતર્ગત કોઈ લેવાદેવા નથી ત્યારે આવો જોઈએ શું હતો આખો મામલો
સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક અફવા અંગે ખુલાસો અપાયો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ ધર્મના તમામ બિંદુઓની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે ત્યારે સુરત શહેરમાં ગૌશાળા અને ગૌરક્ષાના માધ્યમથી અમુક લોકો દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે વિશ્વ હિન્દુ પરિષદના નામનો ગેરઉપયોગ કરાઈ રહ્યો છે તેવી ચર્ચાઓ થઈ રહી છે ગૌ માતાની સેવા અને સુરક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ કટિબદ્ધ છે અને દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ થી ચાલતી 700 જેટલી ગૌશાળાઓ માં ગૌસેવા નો ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ત્યારે થોડા સમય પહેલા સુરત શહેરમાં સચિન વિસ્તારમાં તથા સિવિલ હોસ્પિટલની માલિકીની જગ્યા પર વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ગૌશાળા ચાલતી હોવાની ચર્ચાઓ અને ફરિયાદ અમારા ધ્યાને આવી હતી જેથી અમે ખુલાસો કરીએ છીએ કે સુરત શહેરમાં પોતાની એક પણ ગૌશાળા ચાલતી નથી સચિન વિસ્તારની કે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જો ગૌશાળા ચાલતી હોય તો વિશ્વ હિન્દુ પરિષદને તેની સાથે કોઈ લેવાદેવા નથી ભૂતકાળમાં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પૌરાણિક મંદિરના ડિમોલેશન બાબતે પ્રશાસન સાથે સંઘર્ષ થયું હતું અને મંદિરનું ડિમોલેશન થતું અટકાવવા બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેદાને આવ્યો હતો અને મંદિરનું ડિમોલેશન થતું અટકાવ્યો હતો. મંદિરોની રક્ષા કરવી એ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યમાં અગ્રસ્થાન છે અને જે તે સમયે તે વિષય મંદિર પૂરતો જ સીમિત હતો અને મંદિર આજે પણ સુરક્ષિત છે બાકી સચિન વિસ્તારમાં અને સિવિલ હોસ્પિટલમાં ચાલતી ગૌશાળા સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદને કોઈ લેવાદેવા નથી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प