सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી, નડીઆદ ખાતે સહકારથી સમૃધ્ધિ કાર્યક્રમ માટે બેઠક યોજાઈ

સંયુક્ત પ્રયાસ અને પારદર્શક કામગીરી દ્વારા ખેડા જિલ્લાને સહકારી ક્ષેત્રે અગ્રેસર કરવા અપીલ કરતા રાજ્ય સહકાર મંત્રી

યેશા શાહ
  • Jul 25 2024 6:24PM
ગુજરાત સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંક લિ.ના ચેરમેન  અજય પટેલની અધ્યક્ષતામાં ધી ખેડા જિલ્લા સહકારી બેન્ક, નડિયાદ ખાતે સહકારથી સમૃધ્ધિ અંતર્ગત કાર્યક્રમ હેઠળ બેઠક યોજાઈ.

આ પ્રસંગે રાજ્ય સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જિલ્લામાં સહકારી બેન્ક સાથે જોડાયેલ તમામના સહકારી બેન્કમા સો ટકા બેન્ક અકાઉન્ટ ખોલવા જણાવ્યું હતુ. વધુમાં, સહાકારી મંડળીઓના ઓડીટ થકી મંડળીઓની કામગીરીમાં પારદર્શિતાથી લાવવા અનુરોધ કર્યો હતો. સાથે જ આગામી સમયમાં સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલ તમામ મંડળીઓ અને એકમોને સંયુક્ત પ્રયાસ અને પારદર્શક કામગીરી કરી ખેડા જિલ્લાને સહકારી ક્ષેત્રે અગ્રેસર કરવા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અપીલ કરી હતી.

બેઠકના અનુંસંધાનમાં સહકાર સચિવ  સંદિપકુમાર, ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંક લિ.ના ચેરમેન અજયભાઈ પટેલ અને કેડીસીસી બેન્ક ચેરમેન તેજસભાઈ પટેલ પ્રાસંગિક ઉદબોધન કરી જિલ્લામાં આવેલ તમામ સહકારી સંસ્થાઓના આર્થિક વ્યવહારો, થાપણો અને ધિરાણો જીલ્લા બેંકના ખાતાઓમાંથી જ થાય તેના આયોજન માટે કામગીરી કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતર ધારાસભ્ય, ઠાસરા ધારાસભ્ય, સચિવ, રાજ્ય રજીસ્ટ્રાર તથા અગ્રણી અજય બ્રહ્મભટ્ટ, અમૂલ જીસીએમએમએફ ચેરમેન શામળભાઈ પટેલ, આઈએસ, રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, ગુજરાત સરકાર કે.એન.શાહ, જિલ્લા રજીસ્ટ્રાર સ્તુતિ રાવલ, કેડીસીસી બેન્ક ખેડા, ચેરમેન  તેજસ પટેલ, વા.ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, સહકારી મંડળીઓના ડિરેક્ટરઓ, હોદ્દેદારો, વિવિધ એ.પી.એમ.સી. તથા વિવિધ સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ, આગેવાનો હાજર રહ્યા હતા

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार