सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ અને નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ સમિતિની બેઠક યોજાઈ

બેઠકમાં કલેક્ટરશ્રીએ સબંધિત વિભાગોને કામગીરીને પ્રાથમિકતા આપી પુરતુ ધ્યાન રાખવા ઉપર ભાર મુકવા જણાવ્યું

શૈશવ રાવ નર્મદા
  • Jul 1 2024 6:37PM
-નર્મદા જિલ્લા પંચાયત સંચાલિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સમયાંતરે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ તેમજ Integrated Disease Surveillance Programme અંતર્ગત Integrated Health Platform ની ડિસ્ટ્રીક્ટ લેવલ કમિટીની બેઠક મળી હતી. 

આ બેઠકમાં પાણી જન્ય રોગોની સમીક્ષા, જંતુવાહક રોગોની સમીક્ષા નગરપાલીકા વિસ્તારમાં કલોરીનેશન કામગીરીની સમીક્ષા પીવાના પાણીના સેમ્પલ બેકટ્રોલોજીકર ચકાચણી અંગેની ચર્ચા તથા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા તથા પાણી પુરવઠા દ્વારા અપાતા પીવાના પાણી અને વાસ્મો દ્વારા ગ્રામ સમિતિઓ દ્વારા કલોરીલેશનની કામગીરી, ગ્રામ્ય-શહેરી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઇન લિકેજ-વાલ્વ લિકેજ બાબતોની બેઠકમાં ચર્ચા કરાઇ હતી. જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ સબંધિત વિભાગોને આ અંગેની કામગીરીને પ્રાથમિકતા આપી પુરતુ ધ્યાન રાખવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.

તદ-ઉપરાંત પાણીની ગુણવત્તા અને સ્વચ્છતા, ઝુનોટીક ડીસીઝ, ફુડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી, કલાઇમેન્ટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થની કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે-સાથે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અને લોક જાગૃતિ કેળવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.  

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે. કે. જાદવ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, નાયબ પોલીસ અધિક્ષકપી.આર.પટેલ, તથા આરોગ્ય વિભાગના સબંધિત અમલીકરણ અધિકારીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार