सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તિરુપતિ મંદિરના પ્રસાદના વિવાદ પર ભડક્યા પવન કલ્યાણ, કહ્યુ "સમય આવી ગયો છે કે 'સનાતન ધર્મ રક્ષા બોર્ડ' બનાવવામાં આવે"

પ્રસાદમાં ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ થયાનો રિપોર્ટ સામે આવ્યો

Ravi Rohan
  • Sep 20 2024 5:37PM

તમામ નીતિ નિર્માતાઓ, ધાર્મિક વડાઓ, ન્યાયતંત્ર, સામાન્ય નાગરિકો, મીડિયા અને પોતપોતાના ક્ષેત્રના અન્ય તમામ અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરે અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ, અને શક્ય તેટલુ જડપી નિરાકરણ લાવવું જોઇએ. તેમજ રાષ્ટ્રીય સ્તરે 'સનાતન ધર્મ રક્ષા બોર્ડ'ની તાત્કાલિક રચના કરવી જોઇએ.

આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરના લાડુના પ્રસાદમાં વાપરવામાં આવેલી ‘પ્રાણીની ચરબી’ પર નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે પવન કલ્યાણે આકરી પ્રતિક્રિયા આપી અને તેને ખૂબ પરેશાન કરનારું ગણાવ્યું હતું.

પવન કલ્યાણે એક્સ પર કરેલા પોસ્ટમાં લખ્યું હતું કે છેલ્લી સરકારના કાર્યકાળ દરમિયાન તિરુપત્તિ બાલાજી પ્રસાદમાં ‘પ્રાણીની ચરબી’ (માછલીનું ઓઇલ, ભૂંડની ચરબી અને બીફ) ભેળવવાનો ખુલાસો થતાં અમે તમામ ખૂબ દુઃખી છીએ. તત્કાલિન YCP સરકારે રચેલા TTD બોર્ડને અનેક સવાલોના જવાબો આપવા પડશે. આ સંદર્ભમાં અમારી સરકાર શક્ય તમામ કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું હતું કે , 'આ સમગ્ર મામલો મંદિરોના અપમાન, જમીન સંબંધિત મુદ્દાઓ અને અન્ય ધાર્મિક પ્રથાઓ સાથે સંબંધિત ઘણા મુદ્દાઓ પર ગંભીર પ્રકાશ ફેંકે છે. હવે સમય આવી ગયો છે કે ભારત ભરના મંદિરો સંબંધિત તમામ મુદ્દાઓ પર વિચાર કરવા માટે રાષ્ટ્રીય સ્તરે 'સનાતન ધર્મ રક્ષા બોર્ડ'ની તાત્કાલિક રચના કરવામાં આવે. તમામ નીતિ નિર્માતાઓ, ધાર્મિક વડાઓ, ન્યાયતંત્ર, સામાન્ય નાગરિકો, મીડિયા અને પોતપોતાના ક્ષેત્રના અન્ય તમામ અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરે અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ.

પવન કલ્યાણે વધુમાં કહ્યું કે હું માનું છું કે 'સનાતન ધર્મ'ના અપમાનને કોઈપણ સ્વરૂપમાં રોકવા માટે આપણે બધાએ તરત જ સાથે આવવું જોઈએ.



सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार