सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી, 4 મથકો પર મતદાન.

દેશનું ભવિષ્ય ઘડતા બાળકોને સારું શિક્ષણ મળી રહે તેવા પ્રયાસ રહેશે.

Jashubhai solanki
  • Sep 24 2024 1:56PM

ગુજરાતના શિક્ષણ વિભાગમાં ચૂંટણી યોજાઇ રહી છે, આજે ગુરાત માધ્યનિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય બનવા માટેની ચૂંટણી યોજાોઇ રહી છે.  જેમા સંચાલક મંડળની બેઠક માટે ટક્કર જેતપુરના પ્રિયવદન કોરાટ અને અમદાવાદના જે.વી. પટેલ વચ્ચે છે.

સંચાલક મંડળના ઉમેદવાર જે.વી. પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જે. વી. પટેલે ખાતરી આપી કે શિક્ષણ અને વિદ્યાર્થીઓના મહત્વના પ્રશ્નોને આગળ લઈ જવા તમામ પ્રયત્નો કરશે. દેશનું ભવિષ્ય ઘડતા બાળકોને સારું શિક્ષણ મળી રહે તેવા પણ પ્રયાસ રહેશે. ગ્રાન્ટેડ શાળામાં પૂરતો સ્ટાફ અને લઘુમતી શાળાઓના પ્રશ્નો પણ મહામંડળના ધ્યાને લેવાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય માટેની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે સંચાલક મંડળની બેઠક માટે છ હજાર 310 અને સરકારી શાળાના શિક્ષકની બેઠક માટે 3 હજાર 200 મતદાર પોતાના મતનો ઉપયોગ કરી સભ્યને ચૂંટશે. ગાંધીનગર સેક્ટર 7માં આવેલા સરદાર વિદ્યા મંદિરમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.. 26 સપ્ટેમ્બરે પરિણામ આવ્યા બાદ ઉમેદવારોનો ભાવી નક્કી થશે.

પહેલીવાર કોઇ મહિલા ઉમેદવાર મેદાને હોવાનો દાવો


બોર્ડની ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વખત કોઇ મહિલા ઉમેદવાર મેદાને છે તેવો દાવો કરાઇ રહ્યો છે. આ મહિલા ઉમેદવાર એટલે શિક્ષિકા ચેતના ભગોરા. તેઓ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રતિનિધિ માટેની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ચેતના ભાગોરા અરવલ્લીના ભિલોડાના રામપુરી ગામના વતની છે, તેમના માતા પિતા પણ શિક્ષક હતા, મહિલાના પ્રશ્નોના વાચા આપવા માટે ઉમેદવારી નોંધાવી, અત્યાર સુધીમાં 3 થી 4 જિલ્લામાં પ્રચાર કર્યો છે, તેમજ સોશ્યલ મીડિયા દ્વારા પણ પ્રચાર કરે છે. 

જાણો શિક્ષણ બોર્ડની સ્થાપના કઇ રીતે થઇ

શિક્ષણનું એક માળખું રહે તે હેતુથી સ્થાપના થઇ હતી. શિક્ષણ બોર્ડની સ્થાપના વિશે માહિતી આપતાં તેઓ જણાવે છે કે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અધિનિયમ 1972 હેઠળ શિક્ષણ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. શિક્ષણ માટે વ્યવસ્થા ગોઠવવાની થાય અને ગુજરાતનું શિક્ષણ બોર્ડ બને જેથી એકરૂપ માળખું આખા રાજ્યમાં ચાલે એ હેતુથી સ્થાપના થઈ હતી.  


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार