सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાતમાં 7 થી 12 ઓક્ટોબર દરમિયાન વરસાદી વાતાવરણ : આંબાલાલ પટેલનું અનુમાન

ગુજરાતમાથી હાલ સોમાચુ વિદાય લઇ રહ્યું છે, પણ 7 થી 12 ઓક્ટોબર દરમિયાન અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

Jashu Bhai Solanki
  • Oct 5 2024 4:54PM
ગુજરાત રાજ્યમાં હાલ નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન વરસાદ વિઘ્ન રૂપ બને તેવી આગાહી કરવામાં આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે 7 થી 12 ઓક્ટોબર વચ્ચે હળવા વરસાદની આગાહી કરી છે.  દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થાય તેવુ અનુમાન કરવામાં આવ્યું છે. આંબાલાલ પટેલના આ અનુમાન મુજબ રાજ્યમાં આજથી વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. 16 થી 22 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે, તેમજ અરબ સાગરમાં ભેજના કારણે પણ ગુજરાતમાં ભારે વરસદની શક્યતાઓ છે. 

જાણો હવામાન વિભાગની આગાહી 
ચોમાસુ ગુજરાતના અનેક વિસ્તારમાથી હાલ વિદાય લઇ રહ્યું છે. જો કે પોસ્ટ મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે. લક્ષદિપમાં એક સિસ્ટમ બની રહી છે પરંતુ મજૂબત બને તેવી શક્યતા નથી. આ સિસ્ટમ આગળ વધશે તો ફરી ગુજરાતમાં વરસાદથી શકયતા પ્રબળ બની શકે છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો  મુંબઇ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વરસાદ વરસી શકે છે.

વરસાદની શક્યતાની વાત કરીએ તો વલસાડ, નવસારી, તાપી, ભરૂચ ડાંગ,ગીર સોમનાથમાં આગામી દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 6 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટછવાયો મધ્યમ વરસાદનું અનુમાન છે.અમદાબાદમાં આજે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. અમદાવાદમાં દિવસભર તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેશે અને પવનની ઝડપ 8 કિલોમીટરની રહેશે. સૂર્યોદય સવારે 06:32 વાગ્યે થશે, સૂર્યાસ્ત સાંજે 06:22 વાગ્યે થશે. આગામી સાત દિવસની હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં શનિવારે તાપમાન 32 ડિગ્રી, રવિવારે 33 ડિગ્રી, સોમવારે 35 ડિગ્રી, મંગળવારે 35 ડિગ્રી, બુધવારે 35 ડિગ્રી અને બુધવારે 35 ડિગ્રી સેલ્સિયસ રહેશે. હવામાં હળવો ભેજ રહેશે અને પવનની ગતિ ધીમી રહી શકે છે.  હાલ અમદાવાદ શહેરમાં વરસાદની કોઇ શક્યતા નથી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार