सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાલેજ ગામ નજીક સી.એન.જી ગેસ પંપ પર રીફિલીંગ સમયે કારમાં ધડાકા સાથે થયો મોટો બ્લાસ્ટ

ધડાકાભેર બ્લાસ્ટ થતાં કારના ફુરચેફુરચા ઉડી ગયા ઉપરાંત આજુબાજુ ઉભેલી બે કારોને પણ નુકશાન થવા પામ્યું. ગેસ સીલીન્ડરમાં બ્લાસ્ટ થતા પંપની છત પણ તુટી ગઈ. સદનશીબે આગના લાગતાં મોટી જાનહાની ટળી.

ધનંજય શુક્લ
  • Nov 23 2024 6:02PM
આણંદ જીલ્લાના ભાલેજ ગામ નજીક આવેલ ચરોતર ગેસના સીએનજી પંપ સવારના સુમારે રીફીલીંગ કરાવવા આવેલી એક ઈકો કારમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં કારના ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા. જેમાં ચાલકને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. સદનશીબે આગ લાગવાનો કોઈ બનાવ ન બનતા મોટી જાનહાનિ ટળી છે. સમગ્ર ઘટના સંદર્ભે ભાલેજ પોલીસ દ્વારા જાણવા જોગ નોંધ દાખલ કરેલ છે. સાથે સાથે એફએસએલની મદદથી તપાસ પણ કરવામાં આવી છે તેવું જાણવા મળ્યું છે.

સમગ્ર ઘટના સંદર્ભે ભાલેજ પોલીસ દ્વારા મળતી વિગતો અનુસાર ઈસ્માઈલનગર ખાતે રહેતો જાવેદશા એ. દિવાનની સામરખા ગામે બેકરી આવેલી છે. આજે સવારના સુમારે તે પોતાની ઈકો કાર નંબર જીજે-૨૩, બીડી-૩૮૭૦ની લઈને ભાલેજ નજીક આવેલા સીએનજી પંપ ઉપર રીફીલીંગ કરાવવા માટે ગયો હતો. જ્યાં રીફીલીંગ કરતી વખતે જ એકાએક ધડાકાભેર બ્લાસ્ટ થતાં કારના ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા. ગેસનો સીલીન્ડર ઉછળીને છત પર અથડાતા છત પણ તુટી જવા પામી હતી. નજીકમાં ઉભેલી બે ઈકો કાર પણ ઝપટમાં આવી જતાં તેને પણ નુકશાન થવા પામ્યું હતુ.

જાવેદશા દિવાન કરની નજીક ઊભા હતા જેથી કારના કાચ વાગતા તે લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. જેથી તેને તુરંત જ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામા આવ્યો હતો. ભાલેજ પોલીસને જાણ થતાં જ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ઘરી હતી. જેમાં પ્રાથમિક રીતે એવી હકિકત બહાર આવી છે કે, ગેસની ટેન્કમાં જ કોઈક ખામી હોવાને કારણે આ બ્લાસ્ટ થયો છે. જો કે આગ લાગવાની ઘટના ન બની તેથી મોટી જાનહાનિ થઇ નથી.આ ઘટના ને પગલે સી.એન.જી પંપને પણ નુકશાન થયેલ છે.દુર્ઘટના કેવી રીતે અને કેમ સર્જાઈ તેની ચોક્કસ તપાસ માટે ચરોતર ગેસ એજન્સીના એન્જિનિયરો સહિત એફ.એસ.એલ ની ટીમને ઘટના સ્થળે બોલાવીને તપાસ કરાવવામાં આવી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें