ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિ અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
ધારાસભ્યોએ પ્રજાલક્ષી કામગીરીના આયોજન બાબતે જરૂરી સંકલન અને સહકાર આપવા ખાતરી આપી હતી
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતા અને ધારાસભ્યઓની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે સંકલન સમિતિ અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. જે અંતર્ગત ધારાસભ્યઓ દ્વારા નવા આયુષ્માન કાર્ડ કાઢવા, કાંસ રીપેરીંગ, તળાવ ડેવલપમેન્ટ, હાઈવે પર પ્લાન્ટેશન અને ફેન્સીંગ, ગટર લાઈન રીપેરીંગ, રેશનકાર્ડ દુકાન ફેર બાબત અને દબાણ સહિતના મુદ્દાઓ બાબતે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી. જે સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા થયેલ કામગીરી અને આગામી આયોજનની માહિતી આપવામાં આવી હતી. ધારાસભ્યોએ પ્રજાલક્ષી કામગીરીના આયોજન બાબતે જરૂરી સંકલન અને સહકાર આપવા ખાતરી આપી હતી.
નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ બેઠક અન્વયે ઘઉં તથા ચોખાની ફાળવણી વિતરણ, પ્રમાણ અને ભાવ, ખાંડની ફાળવણી અને ઉપાડ બાબત, ડબલ ફોર્ટિફાઇડ મીઠું વિતરણ કરવાની યોજના, વાજબીભાવની દુકાન તપાસણી, કેસ નિકાલ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા દ્વારા કરવામાં આવેલ કામગીરી, વાજબી ભાવની દુકાનનું સ્થળ ફેર કરી દરખાસ્તની મંજૂરી સહિતની બાબતો અંગે કામગીરી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
બેઠક અંતર્ગત આગામી પ્રજાસત્તાક દિવસ ઉજવણીના આયોજન બાબતે કલેકટર દ્વારા જરૂરી ચર્ચા કરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી તથા સ્વચ્છતા અભિયાન ૨૦૨૪ અન્વયે સારી કામગીરી કરનાર જિલ્લાની કચેરીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નડિયાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર જી.એચ.સોલંકીએ આગામી વિકાસના કાર્યોમાં વહીવટી તંત્રને સહકાર આપવા વિનંતી કરી હતી.
આ બેઠકમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, નડિયાદ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર જી. એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયા, નિવાસી અધિક કલેકટર જે.બી. દેસાઈ, ડીઆરડીએ ડાયરેક્ટર લલિત પટેલ, આસિસ્ટન્ટ કલેકટર અંચુ વિલસન, પ્રાંત અધિકારીઓ સહિત વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प