सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Diwali 2024: પીએમ મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી, મીઠાઇ ખવડાવી શુભકામના પાઠવી.

સમગ્ર દેશમાં 31 ઓક્ટોબરે એટલે કે આજે ધુમધામથી દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે.

Jashu Bhai Solanki
  • Oct 31 2024 4:01PM

સમગ્ર દેશમાં 31 ઓક્ટોબરે એટલે કે આજે ધુમધામથી દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે.  લોકો એક બીજાને શુભકામના પાઠવી રહ્યા છે. આ બધા વચ્ચે પીએમ મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેનાના જવાનો સાથે દિવાળી મનાવી છે. આ વખતે પીએમ મોદીએ કચ્છમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવી છે. પડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવી છે. આ પહેલા ગુજરાત મુખ્યમંત્રી હતા, ત્યારે સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

કચ્છમાં બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પીએમ મોદીએ મીઠાઇ ખવડાવી જવાનોને શુભકામના પાઠવી હતી. પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. તેમણે કેવડિયા ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી હતી. તેમજ ત્યા સૈનિકો સાથે દિવાળી મનાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (31 ઓક્ટોબર) ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું કે આતંકવાદના આકાઓને દેશ છોડવો પડશે. લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, હું 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ એક અદભૂત સંયોગ લઈને આવ્યો છે. આજે એકતરફ આપણે એકતાનો તહેવાર મનાવી રહ્યા છીએ તો બીજીતરફ દિવાળીનો પવિત્ર તહેવાર છે.

પીએમે કહ્યું, "સરદાર પટેલની 150મી જન્મજયંતિ વર્ષ આજથી શરૂ થઈ રહી છે. આગામી બે વર્ષ સુધી દેશ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરશે. આ ભારત પ્રત્યેના તેમના અસાધારણ યોગદાનને દેશવાસીઓની શ્રદ્ધાંજલિ છે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार