ઉત્તર પ્રદેશ સીએમ યોગી આદીત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પહેલા પણ તેમને અવાર નવાર ધમકી મળી ચુકી છે. યુપી કંટ્રોલ રુમમાં ફોન દ્વારા ધમકી મળી ચુકી છે.
તમને જણાવી દઇએ કે સીએમ યોગી આદિત્યનાથને મુંબઇ પોલીસ કંટ્રોલ રુમમાં કોલ દ્વારા ધમકી મળી છે. મુંબઇ પોલીસ કંટ્રોલ રુમમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા કોલ પર જ ધમકી આપવામાં આવી છે. જો યોગી 10 દિવસમાં રાજીનામું નહી આપે તો બાબા સીદ્દીકી જેવા હાલ કરવામાં આવશે. ધમકીભર્યા કોલને કારણે સુરક્ષા એજન્સીઓ અને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. હાલ મુંબઇ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રૉલ સેલને અજાણ્યા નંબર પરથી આ કૉલ આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો યોગી 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો અમે તેમને બાબા સિદ્દીકીની જેમ મારી નાખીશું. શનિવારે સાંજે મળેલા આ ધમકીભર્યા મેસેજને કારણે સુરક્ષા તંત્ર એલર્ટ પર છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
સીએમ યોગીને પહેલા પણ મળી ચૂકી છે ધમકીઓ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પહેલા પણ જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. આ પહેલા પણ સીએમ યોગીને યુપી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન દ્વારા હત્યાની ધમકીઓ મળી ચૂકી છે. મામલાને ગંભીરતાથી લઈને સુરક્ષાને એલર્ટ કરી દેવામાં આવી છે.
આ વર્ષમાં જ 23 એપ્રિલના રોજ ધમકી આપવામાં આવી હતી.
આ વર્ષે 23 એપ્રિલના રોજ એક વ્યક્તિએ ડાયલ 112 પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેમાં ગુનેગારે લખ્યું હતું કે, "હું ટૂંક સમયમાં સીએમ યોગીને મારી નાખીશ." આ ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી. તેવી જ રીતે એક વ્યક્તિએ ટ્વિટર (એક્સ) પર ધમકી આપી હતી અને તેની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. ફેસબુક પર એક વ્યક્તિએ ધમકી આપી, પોલીસ તેને બિહારના ફુલવરિયા શરીફથી યુપીમાં લાવી હતી.