सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધુવરાણ બીચ પાસે આવેલ ધાર્મિક સ્થળની સ્વચ્છતાને અનુલક્ષીને જાગૃત નાગરિક દ્વારા કરાયેલ રજૂઆતનો કરાયો ત્વરિત નિકાલ

ગુરૂવારે ખંભાત તાલુકાના ધુવારણ બીચ ખાતે આવેલ ઐતિહાસિક ધાર્મિક સ્થળો જેવા કે, ડોસલી માતાજીનું મંદિર અને પાંચ પાંડવ મહાદેવનું મંદિર આવેલું છે.

ભાવેશ સોની
  • Apr 4 2025 3:14PM
ગુરૂવારે ખંભાત તાલુકાના ધુવારણ બીચ ખાતે આવેલ ઐતિહાસિક ધાર્મિક સ્થળો જેવા કે, ડોસલી માતાજીનું મંદિર અને પાંચ પાંડવ મહાદેવનું મંદિર આવેલું છે.જે પૈકી પાંચ પાંડવ મહાદેવના મંદિરમાં અસ્વચ્છતા જોવા મળતા તેની સાફ-સફાઈ અંગે એક જાગૃત નાગરિક દ્વારા આણંદ જિલ્લા કલેકટરને ઈ-મેઈલ દ્વારા રજુઆત કરતાં ગણતરીના સમયમાં જ તેમની રજુઆતનું નિરાકરણ થયું હતુ. 

આ અંગે ધુવારણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે,એક જાગૃત નાગરિક દ્વારા તાજેતરમાં જિલ્લા કલેકટરને રજૂઆત કરી પાંચ પાંડવ મંદિરમાં જોવા મળેલી અસ્વચ્છતા બાબતે ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. જેને ધ્યાને લઈ સબંધિત ધર્મસ્થાનકની જાળવણી ડોસલી માતાજીની વ્યવસ્થાપક કમિટી દ્વારા કરવામાં આવતી હોય આ બાબતે સબંધિત વ્યવસ્થાપક કમિટીને જાણ કરાતા તેમના દ્વારા તુરંત જ સબંધિત ધર્મસ્થાનકની સાફ સફાઈ કરાવવામાં આવી હતી. વધુમાં વ્યવસ્થાપક કમિટીને ભવિષ્યમાં ધર્મસ્થાનકમાં સાફ સફાઈ રહે તથા ધાર્મિક સ્થળોની જાળવણી બાબતે અન્ય કોઈ પ્રશ્ન ન થાય તેના માટે ખાસ ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતુ. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ધુવારણ બીચ નિહાળવાની સાથે બીચની આસપાસમાં આવેલા ધાર્મિક સ્થળોએ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે તેવા સમયે ધર્મસ્થાનકમાં સ્વચ્છતા જળવાય તે માટે જાગૃત નાગરીકે કરેલ રજુઆતનો ત્વરીત હકારાત્મક નિકાલ કરાતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार